________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંપણે બાંધ્યું પાણિયારું
૧૩૯
કરવી હોય તો હું ચાલી જાઉં!' ત્યારે રુક્મિણીએ વાત બંધ કરી. પછી તો માતા સાથે ઘણી વાતો કરી. માનું હૃદય પ્રફુલ્લિત થઈ ગયું.
બીજા દિવસે ભવ્ય રાજદરબાર ભરાયો. નગરના મહાજન ઉપરાંત બીજા અનેક પ્રતિષ્ઠિત સજ્જનો રાજદરબારમાં આવ્યા હતા. સહુના મુખ ઉપર ઉલ્લાસ હતો, ઉમંગ હતો.... ગંભીરતા હતી માત્ર પિતાજીના મુખ ઉપર,
રાજદરબારની પ્રાથમિક વિધિ પૂર્ણ થયા પછી પિતાજીએ પોતાનું વક્તવ્ય શરૂ કર્યું. જ્યારે તેઓએ ઋષિદત્તાને કલંકિત કરવા યોજાયેલા પાંત્રની વાત કરી ત્યારે સહુના મુખ ઉપર સુલસા જોગણ પર તિરસ્કારનો ભાવ તરી આવ્યો.... જ્યારે તેઓએ ઋષિદત્તાના બચી જવાની, જડીબુટ્ટીથી પુરુષરૂપે બદલાઈ જવાની અને છેવટે મારી સાથે કાવેરી સુધી જવાની.... વગેરે વાતો કરી.... રાજદરબારમાં આનંદનું મોજું ઊછળવા માંડ્યું.
ઋષિદત્તાને લઈને હું આવ્યો છું, એ વાત જાહેર કરતાં રાજસભામાં ઋષિદત્તાનો જયજયકાર થઈ ગયો. થોડી ક્ષણો મૌનમાં વીતી .... પુનઃ પિતાજીએ પોતાનું વક્તવ્ય શરૂ કર્યું :
‘વફાદાર મંત્રીમંડળ અને વહાલા નગરજનો! તમને કદાચ મારો નિર્ણય જાણીને ખૂબ દુ:ખ થશે, પરંતુ માર્ચ એ નિર્ણય જણાવવો જ રહ્યો. મારું મન આ સંસારથી ઉદ્વિગ્ન બની ગયું છે. હવે હું ત્યાગના-સંયમના માર્ગે જવા ઇચ્છું છું. આમેય હવે રાજકુમાર કનકરથ રાજા બનવા યોગ્ય બની ગયો છે, મને વિશ્વાસ છે કે એ રાજ્યનું સુંદર સંચાલન કરશે અને પ્રજાનું સુચારુ પાલન કરશે.
હવે આત્મકલ્યાણ સાધી લેવાની મારી ઉંમર છે, વૃદ્ધાવસ્થા આવી જ ગઈ છે. જીવન ચંચળ છે. ઇન્દ્રિયોની શક્તિ ક્ષીણ થતી જાય છે, હજુ જ્યાં સુધી દેહ અને ઇન્દ્રિયો સશક્ત છે, ત્યાં સુધી ચારિત્રધર્મની આરાધના કરી લઉં....
પહેલા શુભ મુહૂર્તો હું ૨ાજકુમારનો રાજ્યાભિષેક કરીશ, પછી હું ચારિત્રના માર્ગે પ્રયાણ કરીશ.
પિતાજીએ રાજપુરોહિતને રાજ્યાભિષેકનો શુભ દિવસ જોવાની આજ્ઞા પણ કરી દીધી.
પિતાજીએ એકાએક.... અચાનક કરેલી સંસારત્યાગની જાહેરાતથી હું ડઘાઈ જ ગયો. મારી માતા રાજસભામાં હાજર ન હતાં તે સારું થયું. જો તે હોત તો શું થાત? એ કરુણ કલ્પાંત કરત.... બેભાન બની જાત....
રાજસભાનું વિસર્જન થયું. લોકો વીખરાઈ ગયા. હું પિતાજીની સાથે જ
For Private And Personal Use Only