________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Song
મારું નામ કનકરથ છે. રથમદન નગરનો રાજકુમાર છું. પિતાનું નામ છે રાજા હેમરથ અને માતાનું નામ છે રાણી સુયશા. પિતાનો મારા ઉપર ખૂબ પ્રેમ છે. માતાના હેતનો પાર નથી. મારાં માતાપિતાને હું એકનું એક સંતાન છું. મારી માતાએ મારા લાલન-પાલનમાં કોઈ જ ખામી રાખી નથી.
મારી માતાના મુખે મેં ઘણી વાર સાંભળ્યું છે કે “આ કનકરથે જ્યારે મારા પેટે આવ્યો, ત્યારે મેં ઊગતા સૂર્યને સ્વપ્નમાં જોયો હતો, ત્યારપછી મને હમેશાં સારાં સારાં સ્વપ્ન જ આવે છે.' આ વાત લોકોની આગળ કહેતાં માતા તો ખુશ થતી હતી, મને પણ આનંદ થતો હતો.
એક દિવસ માતાએ મને કહેલું : “બેટા, તને મેં મારા સ્તનનું દૂધ પાયું છે.... ધાવમાતાનું દૂધ નથી પાયું... મારું દૂધ દીપાવજે!' અને આ સાંભળીને હું માતાની ગોદમાં આળોટી પડેલ. મારા હૃદયમાં માતા તરફ ખૂબ પ્રેમ હતો અને આજે પણ છે.
જ્યારથી મને મારું બચપણ યાદ આવે છે, દરેક પ્રસંગમાં, દરેક ઘટનામાં મારી માતાએ મારું કેવી કેવી રીતે સંસ્કારઘડતર કરેલું... મને બરાબર યાદ છે. એણે મારી ખાતર એનાં પોતાનાં કેટલાં બધાં સુખભોગ ત્યજી દીધેલાં? મારી પ્રતિક્ષણ. પ્રતિપળ કેટલી બધી કાળજી રાખતી હતી! મારામાં કોઈ કુસંસ્કાર પડી ન જાય, કોઈ કુટેવ પડી જાય.... એની કેટલી તકેદારી રાખતી હતી.....! ઘણી વાર પિતાજી મા ઉપર ગુસ્સે પણ થઈ જતા... છતાં મા પ્રસન્નચિત્તે સહન કરતી. પિતાજીને પણ મારા ઉપર ઘણો સ્નેહ હતો. માતાની પાસે આવે એટલે મને ઉપાડીને છાતીએ લગાડે અને સ્નેહથી ભીંજવી દે! પણ જેમ જેમ હું મોટો થતો ગયો, પિતાજી મારી સાથે ઓછું હસતા, ગંભીર રહેતા. અલબત્ત, મારા શિક્ષણ અંગે પૂરતું ધ્યાન આપતા હતા. મને વ્યાવહારિક અને ધાર્મિક શિક્ષણ આપવા માટે સારામાં સારા અધ્યાપકો રોકવામાં આવ્યા હતા. અધ્યાપકો પણ કેવા સજ્જન અને પ્રેમાળ હતા! પિતાજી પણ
For Private And Personal Use Only