________________ 485 મહાવીર સ્વામીના પંચ કલ્યાણકનું - દશ ઢાળનું સ્તવન ઢાળ પહેલી (પ્રભુ ચિત્ત ધરીને અવધારો મુજ વાત-એ દેશી) સરસ્વતિ ભગવતિદીયો મતિ ચંગી, સરસ સુરંગી વાણ; તુજ પસાય માય ચિત્ત ધરી હું, જિનગુણ રયણની ખાણ. 1. ગિરૂઆ ગુણ વિરજી, ગાઈશું ત્રિભુવન રાય; તુજ નામે ઘર મંગલમાલા, ચિત્ત ધરે બહુ સુખ થાય. ગિરૂઆ૦ 2. જંબૂઢીપે ભરત ક્ષેત્રમાંહિ, નયર માહણકુંડ ગામ; ઋષભદત્ત વર વિપ્ર વસે તિહાં, દેવાનંદા તસ પ્રિયા નામ. ગિરૂઆ૦ 3. સુર વિમાન વર પુષ્પોત્તરથી, ચવિ પ્રભુ લીયે અવતાર; તવ તે માણી રયણી મળે, સુપન લહે દશ ચાર. ગિરૂઆ૦ 4. ધૂરે મયગલ મલપતો દેખે, બીજે વૃષભ વિશાલ; ત્રીજે કેશરી લક્ષ્મી ચોથ, પાંચમે ફુલની માળ. ગિરૂઆ૦ 5. ચંદ્ર સૂર્ય ધ્વજ કલશ પમિસર, દેખે દેવ વિમાન; રયણરેહા રયણાસર રાજે, ચૌદમે અગ્નિ પ્રધાન. ગિરૂઆ૦ 6. આનંદભર તવ જાગી સુંદરી, કંતને કહે પરભાત; સુણી વિપ્ર કહે તુજ સુત હોશે, ત્રિભુવન માંહે વિખ્યાત. ગિરૂઆ૦ 7. અતિઅભિમાન કીયો મારિચિ ભવે, જાઓ જાઓ કરમવિચાર; તાત સુતા વર તિહાં થયા કુંવર, વલી નીચ કુલે અવતાર. ગિરૂઆ૦ 8. ઈણ અવસર ઇન્દ્રાસન ડોલે, નાણે કરી હરિ જોય; માહણી કુખે જગ ગુરૂ પેખે, નમી કહે અઘટતું હોય. ગિરૂઆ૦ 9.