________________
૪૩
સામાઈય-વયજુરો, જાવ મણે હોઈ નિયમસંજુરો | છિન્નઈ અસુહ કર્મો સામાઈઅ જત્તિઆ વારા./૧al
અર્થ :- સામાયિક વ્રતથી યુક્ત, જ્યાં સુધી મન તે નિયમથી સંયુક્ત હોય ત્યાં સુધી, જેટલી વાર સામાયિક કરે તેટલી વાર અશુભ કર્મનો નાશ કરે છે. ૧
સામાઈઅંમિ ઉકએ, સમણો ઈવ સાવઓ હવાઈ જહા | એએણ કારણેણં બહુસો સામાઅં કુક્કા .રા.
અર્થ:- જે માટે સામાયિક કરતી વખતે શ્રાવક, સાધુ સમાન હોય, તે કારણથી (તત્વના જાણનાર) બહુવાર સામાયિક કરે. ૨
૧. સામાયિક બત્રીશ દોષ વજીને કરવાનું છે. તે દોષ આ પ્રમાણે
મનના દશ - (૧) વૈરી દેખી દ્વેષ કરે. (૨) અવિવેક ચિંતવે. (૩) અર્થ ન ચિંતવે. (૪) મનમાં ઉદ્વેગ કરે. (૫) યશની વાંચ્છા કરે. (૬) વિનય ન કરે. (૭) ભય ચિંતવે. (૮) વ્યાપાર ચિંતવે. (૯) ફળનો સંદેહ રાખે. (૧૦) નિયાણું કરે.
વચનના દશ - (૧) કુવચન બોલે. (૨) હુંકારા કરે. (૩) પાપ આદેશ આપે. (૪) લવારો કરે. (૫) કલહ કરે. (૬) આવો-જાવ કહે. (૭) ગાળ બોલે. (૮) બાળક રમાડે. (૯) વિકથા કરે. (૧૦) હાંસી કરે.
કાયાના બાર - (૧) આસન ચપળ. (૨) ચારે દિશાએ જુએ. (૩) સાવઘ કામ કરે. (૪) આળસ મરડે. (૫) અવિનયે બોલે (વર્તે). (૬) ઓઠું લઈ બેસે. (૭) મેલ ઉતારે. (૮) ખરજ ખણે. (૯) પગ ઉપર પગ ચઢાવે. (૧૦) અંગ ઉઘાડું મૂકે. (૧૧) અંગ ઢાંકે. (૧૨) ઉધે.
એ સર્વમળી બત્રીશ દોષ સામાયિકમાં અયતનાથી લાગે છે, તે તજવા.