________________
૪૩૦
અર્થ :- મોક્ષરૂપ લક્ષ્મીના માંગલિક ક્રીડાના ગૃહ (ઘર) સમાન ! રાજાઓ અને દેવેન્દ્રો વડે નમસ્કાર કરાયા છે ચરણકમળ જેનાં એવા ! સર્વ (ચોત્રીશ) અતિશયો વડે કરીને શ્રેષ્ઠ ! કેવળજ્ઞાન અને કળાના ભંડાર ! એવા હે સર્વજ્ઞ પ્રભુ ! તમે ચિરકાળ જય પામો. ૧.
જગત્પ્રયાધાર ! કૃપાવતાર !, દુર્વા૨સંસાર વિકારવૈદ્ય !; શ્રીવીતરાગ' ! ત્વયિ મુગ્ધ-ભાવાદ્વિજ્ઞ !, પ્રભો ! વિજ્ઞપયામિ કિંચિત્. ૨.
અર્થ :- ત્રણ જગતના આધારભૂત, કરુણાના અવતાર ! દુઃખે નિવારણ કરી શકાય એવા સંસારના વિકારો (સંસારૂપ રોગ)ને નાશ કરવામાં વૈધ સમાન ! વિશેષ જ્ઞાનવંત ! એવા હે શ્રી વીતરાગપ્રભુ ! તમારે વિષે (તમોને) હું ભોળાભાવ (અજ્ઞાનભાવ) થકી કાંઈક વિનંતિ કરું છું. ૨.
કિં બાલલીલાકલિતો ન બાલઃ, પિત્રોઃ પુરો જલ્પતિ નિર્વિકલ્પઃ ?; તથા યથાર્થ કથયામિ નાથ !, નિજાશયં સાનુસયસ્તવાશે. ૩.
અર્થ :- બાળકની ક્રીડાએ કરીને યુક્ત અને વિકલ્પ રહિત એવો બાળક મા-બાપની પાસે શું (સત્યવચન) નથી બોલતો ? અર્થાત્ બોલે છે જ. તેવી રીતે હે નાથ ! પશ્ચાત્તાપે કરી સહિત હું તમારી આગળ મારા પોતાના અભિપ્રાયને સત્ય કહું છું. ૩. ૧. રાગ દ્વેષ રહિત. ૨. સમર્થ.