________________
૪૧૮
મોતી, પુષ્પની વૃષ્ટિ કરે છે, મંગળકારી ગીતો ગાય છે, સ્તોત્રો (જિન-સ્તુતિરૂ૫) અને તીર્થકરનાં નામો બોલે છે. (અથવા તીર્થકરના વંશો વર્ણવે છે.) અને મંત્રો (અથવા મંત્રગર્ભિત સ્તવો) ભણે છે.
શિવમસ્તુ સર્વજગત , પરહિતનિરતા ભવંતુ ભૂતગણા; દોષા પ્રયાંતુ નાશ, સર્વત્ર સુખીભવતુ લોકઃ ૨.
અર્થ :- સર્વ જગતનું કલ્યાણ થાઓ, પ્રાણી સમુદાય પારકાનું હિત કરવામાં તત્પર થાઓ, દોષો (વ્યાધિ, દુઃખ અને દમનપણું વગેરે) વિશેષ નાશ પામો અને જીવલોક સર્વ ઠેકાણે (સર્વ કાર્યમાં) સુખી થાઓ.
અહંતિત્થયર-માયા, સિવાદેવી તુણ્ડ નયરનિવાસિની; અચ્છ સિવં તુ સિવું, અસિવોવસમાં સિવં ભવતુ સ્વાહા . ૩.
અર્થ - હું નેમિનાથ તીર્થકરની માતા શિવાદેવી તમારા નગરને વિષે વસનારી છું (તમારા નગરને સાન્નિધ્ય કરવાવાળી
૧. સુખીભવંતુ લોકાઃ ઇતિ પાઠાન્તરમ્.
+ અહીં ટીકાકાર નાગપુરીયગચ્છી શ્રી ચંદ્રકીર્તિસૂરિના શિષ્ય હર્ષકીર્તિસૂરિ લખે છે કે શ્રી નેમિનાથ તીર્થંકરની માતા શિવાદેવી કહે છે કે- હું તીર્થંકરની માતા શિવાદેવી વગેરે. આ ઉપરથી આ શાન્તિસ્તવ નેમિનાથ પ્રભુની માતા શિવાદેવી જે માહેંદ્ર દેવલોક ગયેલ છે તેમણે રચ્યું હોય એમ સંભવે છે.