SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ એવું મએ અભિશુઆ, વિહુયરયમલા, પહીણજરમરણા II ચઉવીસંપિ જિણવરા, તિત્શયરામે પસીમંતુ પી કે એ મહારો ભર્તાર છે. અને બીજી બોલી કે એ મહારો ભર્તાર છે. એમ વઢતાં વઢતાં સર્વ રાજા પાસે આવ્યાં. રાજા તથા પ્રધાન બેઉ સ્ત્રીને સમાન દેખી કોઈ રીતે નિવડો કરી શક્યા નહિ, પણ રાણીએ પુરુષને દૂર ઊભો રાખ્યો અને બંને સ્ત્રીઓને પણ દૂરી ઊભી રાખીને કહ્યું કે “જે પોતાના સત્યના પ્રભાવથી ભર્તારને સ્પર્શ કરે તેનો એ ભર્તા જાણવો” તે સાંભળી વ્યંતરીએ દેવશક્તિના પ્રભાવે પોતાનો હાથ લાંબો કરી ભર્તારને સ્પર્શ કર્યો, તેવો જ રાણીએ તેનો હાથ પકડી લઈને કહ્યું કે “તું તો વ્યંતરી છે. માટે તારે સ્થાનકે જતી રહે એવી રીતે ચુકાદો થવાથી વિમળમતિવાળી રાણી કહેવાણી. તે ગર્ભનો જ પ્રભાવ જાણી વિમળનાથ નામ દીધું. તેમનું સાઠ ધનુષ્ય પ્રમાણ શરીર અને સાઠ લાખ વર્ષનું આયુષ્ય જાણવું. સુવર્ણ વર્ણ અને શુકર (ભૂંડ)નું લાંછન જાણવું. શ્રી અનંતનાથ - અયોધ્યાનગરીમાં જન્મ થયો હતો. તેમના પિતાસિંહસેન રાજા અને સુયશા રાણી માતા હતાં. વળી સ્વપ્રમાં જેનો અંત ન આવે એવું, એક મોટું ચક્ર ભમતું રાણીએ આકાશને વિષે દીઠું અને અનંત રત્નની માળા દીઠી તથા અનંત ગાંઠના દોરા કરી બાંધ્યા, તેથી લોકોના તાવ ગયા એવો ગર્ભનો પ્રભાવ જાણી અનંતનાથ નામ દીધું. તેમનું પચાસ ધનુષ્ય પ્રમાણ શરીર અને ત્રીસ લાખ વર્ષનું આયુષ્ય જાણવું. સુવર્ણ વર્ણ તથા લાંછન સિંચાણાનું જાણવું. શ્રી ધર્મનાથસ્વામી - રત્નપુરનગરમાં જન્મ્યા હતા. તેમના પિતા ભાનુરાજા અને સુવ્રતા રાણી માતા હતાં. રાજા-રાણીને પૂર્વે ધર્મ ઉપર અલ્પ રાગ હતો, તે ભગવંત ગર્ભે આવ્યા પછી બંનેને ધર્મ
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy