________________
૩૪
અર્થ :- (શ્રી) કુંથુનાથને તથા શ્રીઅરનાથને, મલ્લિનાથને, મુનિસુવ્રતસ્વામિને તથા રાગદ્વેષને જિતનારા નમિનાથને વાંદુ છું. (શ્રી) અરિષ્ટનેમિ તથા પાર્શ્વનાથને અને વર્ધમાન સ્વામિને હું વંદના કરું છું. ૪
દેવતાધિષ્ઠિત શય્યાની પૂજા થતી હતી. તે શય્યાએ જે બેસે અથવા સૂવે તેને ઉપદ્રવ ઊપજે. જે ભગવંત ગર્ભે આવ્યા પછી માતાના મનમાં આવ્યું કે જે દેવ-ગુરુની પ્રતિમાની પૂજા થાય તે તો ખરૂં છે; પણ શય્યાની પૂજા તો ક્યાંયે સાંભળી નથી; એમ ચિંતવી શય્યાની રક્ષા કરનાર પુરુષે મનાઈ કર્યા છતાં પણ પ્રભુની માતા તે શય્યા ઉ૫૨ બેઠાં તથા સૂતાં, તે છતાં ગર્ભના પ્રભાવથી અધિષ્ઠાયક દેવતા ઉપદ્રવ ન કરી શક્યો અને શય્યા મૂકી જતો રહ્યો. ત્યારપછી રાજા પ્રમુખે તે શય્યા વપરાશમાં લીધી, એવો ગર્ભનો મહિમા જાણી શ્રેયાંસ નામ દીધું. તેમનું એંશી ધનુષ્યનું પ્રમાણ શરીર અને ચોરાશી લાખ વર્ષનું આયુષ્ય હતું. સુવર્ણ વર્ણ હતો અને લાંછન ગેંડાનું હતું.
શ્રી વાસુપૂજ્ય સ્વામી - ચંપાપુરીમાં જન્મ થયો હતો. તેમના પિતા વસુપૂજ્ય રાજા અને જયારાણી માતા હતાં. ભગવંત ગર્ભે આવ્યા પછી ઈન્દ્રમહારાજ વારંવાર આવી વસુ એટલે રત્નની વૃષ્ટિ કરીને માતા-પિતાની પૂજા કરતા, તેથી વાસુપૂજ્ય નામ દીધું. તેમનું સિત્તેર ધનુષ્ય પ્રમાણ શરીર, અને બહોંતર લાખ વર્ષનું આયુષ્ય હતું. રક્તવર્ણ અને લાંછન પાડાનું હતું.
શ્રી વિમળનાથ - કંપિલપુરનગરમાં જન્મ હતો. તેમના પિતા કૃતવર્મ રાજા અને શ્યામારાણી માતા હતાં. ભગવંત ગર્ભે આવ્યા પછી તેમના નગરમાં કોઈ સ્ત્રી-ભર્તાર દેહરે આવી ઊતર્યાં. ત્યાં કોઈ વ્યંતરી દેવી રહેતી હતી, તેણે તે પુરુષનું રૂપ દીઠું. તેથી તેણીને કામક્રીડા કરવાની અભિલાષા થઈ પછી તેની સ્ત્રીના જેવું પોતાનું રૂપ વિકુર્તી વ્યંતરી તે પુરુષની પાસે સૂતી. પ્રભાતે બંને સ્ત્રી સમાન દેખી પુરુષે કહ્યું “આમાં મ્હારી સ્ત્રી કોણ છે ?” ત્યારે પહેલી બોલી