________________
૨૧૩
તત્ર 'જ્ઞાનાચારે આઠ અતિચાર. કાલે વિણએ બહુમાણે, ઉવહાણે તહ અનિષ્હવણે; વંજણ અત્થ તદુભએ, અટ્ટવિહો નાણમાયારો. ૧.
જ્ઞાન કાળવેળાએ ભણ્યો ગણ્યો નહીં, અકાળે ભણ્યો. વિનયહીન, બહુમાનહીન, યોગ-ઉપધાનહીન; અનેરા કન્હેં ભણી અનેરો ગુરુ કહ્યો. દેવ ગુરુ વાંદણે, પડિક્કમણે, સજ્ઝાય કરતાં, ભણતાં, ગણતાં, કૂડો અક્ષર કાને માત્રાએ અધિકો ઓછો ભણ્યો, સૂત્ર કૂંડું કહ્યું. અર્થ ફૂડો કહ્યો. તદુભય કૂડાં કહ્યાં, ભણીને વિસાર્યાં સાધુ તણે ધર્મે કાજો અણઉદ્ધર્યું, ડાંડો અણપડિલેહો, વસતિ અણશોધે, અણપવેસે, અસજ્ઝાય, અણોઝાયમાંહે શ્રી દશવૈકાલિક પ્રમુખ સિદ્ધાંત ભણ્યો, ગણ્યો. શ્રાવકતણે ધર્મે થવિરાવલિ, પડિક્કમણાં. ઉપદેશમાલા પ્રમુખ સિદ્ધાંત ભણ્યો ગણ્યો. કાળવેળાએ કાજો પઅણઉદ્ધર્યો પડ્યો. જ્ઞાનોપગરણ, પાટી, પોથી ઠવણી, કવલી, નોકારવાળી, સાપડા, સાપડી. દસ્તરી, વહી, ઓલિયા પ્રમુખ પ્રત્યે પગ લાગ્યો
૧. આ ગાથા વડે જ્ઞાનાચારના આઠ આચારોનાં નામ કહેલ છે. તેમાં જે પ્રમાદ તે અતિચાર એ પ્રમાણે દર્શનાચાર અને ચારિત્રચારની ગાથાઓ માટે પણ સમજવું. તેવી જ રીતે બીજા અતિચારોનું વર્ણન જે જે ગાથાઓમાં આવેલું છે. તે ગાથાનું પ્રથમ પદ માત્ર મૂકીને તે પછીનું તેનું વિશેષ વર્ણન સૂત્રકારે આપ્યું છે.
૨. સૂત્ર અને અર્થ. ૩. ઉપાશ્રય. ૪. યોગોદ્દહનાદિ ક્રિયાવડે સિદ્ધાંત ભણવામાં પ્રવેશ કર્યા વિના. ૫. કાઢ્યા વિના. ૬. દફતર. ૭. ચોપડો. ૮. લખેલા કાગળના વીંટા.