________________
૧૪ સવ્વપાવપ્પણાસણો / ૭
સર્વ પાપનો નાશ કરનાર છે. ૭ ૧. પ્રાણાતિપાત વિરમણ કોઈ જીવનો વધ કરવો નહિ.
૨. મૃષાવાદ વિરમણઃ ગમે તેવું કષ્ટ આવી પડે તેમ હોય તો પણ અસત્ય વચન બોલવું નહિ.
૩. અદત્તાદાન વિરમણઃ કોઈની ન આપેલી નજીવી ચીજ પણ લેવી નહિ.
૪. મૈથુન વિરમણ મન વચન કાયાએ કરીને બ્રહ્મચર્ય પાળવુંવિષયસુખ ભોગવવાં નહિ.
૫. પરિગ્રહ વિરમણ કોઈ પણ વસ્તુનો સંગ્રહ કરવો નહિ તેમજ ધર્મોપકરણ, પુસ્તક આદિ વસ્તુ પોતાની પાસે હોય તેના ઉપર મૂચ્છ રાખવી નહિ. એ પાંચ મહાવ્રત સાધુ મુનિરાજ પાળે છે.
આચાર્ય મહારાજ જે પાંચ આચારને પાળે છે, તે આ પ્રમાણે
૧. જ્ઞાનાચારઃ જ્ઞાન ભણે-ભણાવે, લખેલખાવે, જ્ઞાનભંડાર કરાવે, ભણનારને સહાય આપે.
૨. દર્શનાચારઃ શુદ્ધ સમ્યકત્વને પોતે પાળે, બીજાને પળાવે અને સમ્યકત્વથી પડતાને સમજાવી સ્થિર કરે.
૩. ચારિત્રાચાર : પોતે શુદ્ધ ચારિત્ર પાળે, બીજાને પળાવે અને પાળનારને અનુમોદે.
૪. તપ આચાર : છ બાહ્ય અને છ અત્યંતર એમ બાર પ્રકારનો તપ પોતે કરે, કરાવે અને કરતાને અનુમોદન આપે.
પ. વીર્યાચાર - ધર્માનુષ્ઠાન (ધર્મક્રિયા) કરવામાં છતી શક્તિ ગોપવે નહિ તથા તમામ આચાર પાળવામાં વિર્યશક્તિ સંપૂર્ણ રીતે ફોરવે તે.