________________
૧૨
નમો લોએ સવ્વસાહૂણં / પો.
(અઢીદીપ પ્રમાણ) લોકક્ષેત્ર મધ્યેના સર્વ સાધુઓને નમસ્કાર થાઓ. ૫
૫. અક્ષયસ્થિતિઃ આયુ: કર્મનો ક્ષય થવાથી નાશ નહિ થાય એવી અનંત સ્થિતિ પ્રાપ્ત થાય છે. સિદ્ધની સ્થિતિની આદિ છે પણ અંત નથી તેથી સાદિ અનંત સ્થિતિ કહેવાય છે.
૬. અરૂપીપણું નામકર્મનો ક્ષય થવાથી વર્ણ, ગંધ, રસ અને સ્પર્શરહિત થાય છે. કેમકે શરીર હોય તો એ ગુણો છે, પણ સિદ્ધને શરીર નથી. તેથી અરૂપીપણું પ્રાપ્ત થાય છે.
૭. અગુરુલઘુઃ ગોત્રકર્મનો ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે, તેથી ભારે-હળવો અથવા ઉંચ-નીચાણાનો વ્યવહાર રહેતો નથી.
૮. અનંતવીર્યઃ અંતરાય કર્મનો ક્ષય થવાથી અનંત દાન, અનંત લાભ, અનંત ભોગ, અનંત ઉપભોગ અને અનંત વીર્ય-શક્તિ પ્રાપ્ત થાય છે. સમસ્ત લોકને અલોક અને અલોકને લોક કરી શકે તેવી શક્તિ સ્વાભાવિક સિદ્ધમાં રહેલી છે, છતાં તેનું વીર્ય કદી ફોરવતા નથી, અને ફોરવશે નહિ. કેમકે પુદ્ગલ સાથેની પ્રવૃત્તિ એ તેમનો ધર્મ નથી. એ ગુણથી આત્મિક ગુણોને જેવા છે તેવા ને તેવા રૂપે ધારી રાખે, ફેરફાર થવા દે નહિ.
પાંચ આચારને પાળે અને બીજાને પળાવે એવા અને વળી ધર્મના નાયક છે તે આચાર્ય મહારાજના છત્રીશ ગુણો છે, તે નીચે પ્રમાણે છે :
(૧) સ્પર્શનેન્દ્રિય (ત્વચા-શરીર), (૨) રસનેન્દ્રિય (જીભ), (૩) ધ્રાણેન્દ્રિય (નાક), (૪) નેગેન્દ્રિય (આંખ) અને (૫) શ્રોત્રેન્દ્રિય (કાન), એ પાંચ ઇન્દ્રિયના ત્રેવીસ વિષયોમાં મનગમતા ઉપર રાગ અને અણગમતા ઉપર દ્વેષ આચાર્ય મહારાજ કરે નહિ.