SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ નહિ એસો જનમ બાર-બાર હાથ નાખતા આટલી બધી બીક શાથી? ઉત્તર મળે છે કે સાપ તેમાં હોઈ શકે છે. બીલમાં હાથ નાખીએ અને સાપ કરડી જાય તો? માટે જેમ સાપથી આઘા રહેવું તેમ બિલથી પણ આઘા રહેવું. શાબાશ. બહુ સરસ વાત ગોઠવી આપી. તો હવે મારી પણ વાત માનવી જ પડશે; કેમકે આ વાત આબેહૂબ આવી જ જાતની છે. હવે હું કહીશ કે મમતા ખરાબ, ધન ખરાબ અને સંસાર પણ ખરાબ. આસક્તિ ખરાબ; સ્ત્રી ખરાબ; સંસાર પણ ખરાબ. મમતા-આસક્તિ વગેરે ઝેર છે; ધન, સ્ત્રી વગેરે સાપ છે. સંસાર એમનું ઘર છે. કેટલી સ્પષ્ટ વાત છે! છતાં આમાં મમતા કે આસક્તિને ખરાબ કહેનારા મળશે પણ સ્ત્રી કે ધનાદિનું અને છેવટે સંસારનું ઉપરાણું લેનારાઓની જમાત જ ઘણી મોટી હશે. આવા લોકોને શી રીતે સમજાવવા એ પ્રશ્ન છે. પશ્ચાત્તાપ વિનાનું નાનું પણ પાપ ખતરનાક છે. પાપ નાનું હોય કે મોટું હોય એ મહત્ત્વની વાત નથી. મુખ્ય વાત તો પ્રાયશ્ચિત્તની છે. મોટા પાપો પણ પ્રાયશ્ચિતની અને પશ્ચાત્તાપની અગનજ્વાળાઓથી બળીને ખાખ થઈ ગયાના દૃષ્ટાંતો શાસ્ત્રના પાને ટંકાયા છે. અને બહુ નાના પાપો કરનારા આત્માઓ પણ પ્રાયશ્ચિત્તના અભાવે અનંતકાળ સુધી સંસારમાં ભમતાં; ટિચાતાં અને માર ખાતાં જ રહ્યાં છે. સંસારરસિક આત્માનું નાનું પણ પાપ સતે જ રસવૃત્તિવાળું છે એટલે જ એ આત્મા સાથે સખ્ત ચોંટી જાય છે. જ્યારે એ આત્માના ધર્મો સાવ નીરસ હોવાથી પુણ્યકર્મ ચોંટતું જ ન હોવાથી કોઈ પાપી પવનના ઝપાટે આત્મા ઉપરથી ઊખડી ફેંકાઈ જાય છે. ઘણા ધર્મ કરનારાઓ ફરિયાદ કરતા આવે છે કે એમના ધર્મનું ફળ કેમ દેખાતું નથી? ભલા.... નબળા ધર્મોના તે ફળ હોતા હશે? આવા ધર્મના તો આ લોકમાં જ ફળ મળે? વળી બીજી બાજુએ પાપો ખૂબ જોરદાર દેખાય છે. તત્કાળ ફળ મળવાનું જ હોય તો ય અતિ બળવાન પાપોનું જ મળી શકે. પાપોનું એવું કોઈ ફળ દેખાતું નથી ઉપરથી કાળીદાટ મોંઘવારીમાં પણ પેટ ભરીને ઊંઘવાનું ય સુખ મળ્યું છે એમાં જ પ્રભુનો પાડ માનો. રોજ બાસુંદીપુરીના ભોજનની અને પાચનની અપેક્ષા તમે રાખી પણ શકો નહિ.
SR No.008915
Book TitleNahi Aiso Janam Bar Bar
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size809 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy