________________
નહિ એસો જનમ બાર-બાર
ભાઈઓ ગયા એ જ માર્ગે મારે ય જાવું છે.”
મોહ તો કોકને જ ન પજવે. માતા દેવકી પણ ધૂજી ગયા. ખૂબ સમજાવ્યા; અને પ્રશ્નો કરીને સારી પેઠે ચકાસ્યા પણ ગજસુકુમાલ એકના બે ન જ થયા.
છેવટે છેલ્લી વાત માતાએ કરી. “બેટા! તો લે મારી રજા છે; આશીર્વાદ છે, પરંતુ એક વાતની તું હા પાડી દે કે હવે પછી કોઈ પણ માતા ક્યારેય નહિ કરવાની. મને જ તારી “છેલ્લી માં” બનાવવાનું મહાન સદ્ભાગ્ય દેજે.'
કેવી મા! જેણે આવી માગણી કરી! કેવો દીકરો! જેણે એ માગણીને પૂર્ણ કરી બતાડી.
હવે કોઈને માતા કરીને જન્મ લેવો એ તો જરા ય ઈષ્ટ નથી પણ જો જન્મ લેવાનો જ હોય અને કોઈ સ્ત્રીને આપણી માતા બનવાનું જ હોય તો આપણે ઈચ્છીએ કે માતા તો દેવકી જેવી જ મળજો.
ક્યાં છે આવી રત્નકુક્ષિણી માતાઓ કે જે પોતાનું એકેકું પણ બાળ પ્રભુશાસનને સમર્પિત કરવા માટે જ તેને શિક્ષાપ્રદાન કરતી હોય ?
ગુરુકૃપા વિના પાપનાશ? અશક્ય
ગુરુકૃપા વિના-સ્વપુરુષાર્થ માત્રથી - કદાચ પુણ્ય વધી જાય; વિદ્વત્તા વગેરે મળી જાય; જબ્બર વ્યાખ્યાન શક્તિ આવી જાય; ઘોર તપસ્વી, ધ્યાની પણ બની જવાય; પરંતુ એ પુણ્યશક્તિમાં પડેલી પાપજનકતાનો નાશ તો ન જ થાય. પાપનાશ માટે સ્વપુરુષાર્થ તદ્દન પાંગળો છે; એ કાંઈ જ કરી શકતો નથી. કુલવાલક મુનિ, ગુરુનો દ્રોહ કરીને સ્ત્રીસંગના પાપથી બચવા માટે વનમાં જઈને રહ્યો; ઘોર તપ અને સંપૂર્ણ એકાંતને જ એણે જીવન બનાવ્યું તો ય સ્ત્રીથી જ એનું ભયાનક પતન થયું. એટલે એમ કહી શકાય કે ગુરુકૃપા વિના બધી જાતની પુણ્યાઈ વધી શકે પરંતુ પાપનાશ તો ન જ થાય.
ગુરુકૃપાવિહોણો આત્મા સ્ત્રી-વિકારથી ઊગરવા માટે સ્વપુરુષર્થના જોર ઉપર આંખો મીંચી દેશે તો મીંચેલી આંખે દશ સ્ત્રીઓના વિકાર જનક દર્શન થશે. એને એકાંત પણ મારશે; અનેકાંત પણ મારશે; પ્રકાશ અને અંધકાર બે ય મારક બનશે. ભોગ અને તપ; જ્ઞાન અને અજ્ઞાન - બે ય જીવલેણ બનશે.