________________
નહિ ઐસો જનમ બાર-બાર
નગુરો જૈનશાસનમાં કેમ હોઈ શકે?
જેને માથે ગુરુ જ ન હોય એ કાં તો તીર્થંકર પરમાત્મા હોય અથવા તો પ્રત્યેકબુદ્ધ મહાત્મા હોય.
૨૬૮
આ સિવાય જિનશાસનમાં ગુરુ વિનાના કોઈને પણ સ્થાન જ ન હોઈ શકે. સબૂર! ગુરુ એટલે પંચમહાવ્રતધારી બધા ય ગુરુ! એમ કહેવાનું અહીં વિવક્ષિત નથી. ‘પંચમહાવ્રતધારી બધા ય મારા ગુરુ'' એવું કહી દેનારને માથે કદાચ એની હાજરી લે એવા એકે ય ગુરુ ન પણ હોય. આથી જ “બધા ગુરુ = એકે ય ગુરુ નહિ..’’ એવું સમીકરણ ૨જૂ ક૨વાનું સાહસ કરવા દિલ પ્રેરાઈ જાય છે.
અહીં તો એ વાત કરવી છે કે ગામમાં જેટલા દવાખાનું ચલાવનારા તે બધા ય ડૉક્ટર હોવા છતાં દરેક ઘરને જેમ પોતાનો ખાસ ફેમિલી ડૉક્ટર હોય છે તેમ દરેક મુમુક્ષુ માથે એવી કોઈ વ્યક્તિ ગુરુપદે હોવી જ ઘટે જેની પાસે તે મન મૂકીને રડી શકે; સઘળી વાત કરી શકે અને જીવનને મોક્ષમાર્ગે ટકાવી રાખવાની પ્રેરણાઓ પામી શકે.
જો તમે એવા કોઈ ‘ખાસ-ગુરુ'ને નહિ સ્વીકાર્યા હોય તો કદાચ તમારા જીવનમાં અનેક ગે૨સમજો ઊભી થઈને એવો વંટોળ ઊભો કરશે, જે કદાચ તમને દુર્ગતિના પંથે ફેંકી દેશે...’ સત્વર ‘સાચા ગુરુને' તમારા ખાસ ગુરુ બનાવી લેજો. નગુરા મટી જજો... હા... પાંચમાં વગેરે પદમાં સમાતા સર્વને પૂરા અહોભાવથી નમસ્કાર્ય તો જરૂર જરૂર માનજો.
પાપનું બેવડું બનતું જતું બળ
કેટલાક લોકો પૂછે છે કે, “જીવનમાં ગુરુની શી જરૂર છે ?’’
અનેક ઉત્તરોમાંનો એક ઉત્તર આ પણ છે કે જો ગુરુ ન હોય તો જીવન પાપના પંકે ખરડાઈ જાય; ખરડાયેલું તે જીવન વધુને વધુ ખરડાતું જાય. સાવ કાળું ધબ બની જાય.
જીવનમાં પહેલી વાર પાપ કરવા માટે તો ‘સારા’ આત્માને ઘણી મથામણો કરવી પડી છે; પાપ કરતાં એને ભય પણ પુષ્કળ લાગે છે. પણ જો એકવાર પાપ થઈ ગયું તો બીજીવાર એ પાપ કરવા માટેની મથામણો અને ભય બે ય અડધા થઈ