________________
નહિ એસો જનમ બાર-બાર
સંસ્કારોનો સંપૂર્ણ નાશ કરવા માટે કાતિલ ઝેરનું સામર્થ્ય ધરાવે છે. એટલે કોલેજના ઉંબરે ચડેલા યુવાનો દીક્ષા લે એ વાત ધીમે ધીમે ભૂલી જવી પડે તેવી સ્થિતિ ટૂંક સમયમાં જ આવી જવાની છે. ભલે આજે કોલેજિયનો દીક્ષા લેતા જોવા મળતા હોય; પણ હવે એ વાત લાંબી ચાલે તેવું લાગતું નથી.
આમ થતાં બાળદીક્ષા અને યુવાદીક્ષા-બેય બંધ થઈ ને? હવે વૃદ્ધો જ દીક્ષા લે તો તેમની સેવાભક્તિ કોણ કરશે? દીક્ષિત થયેલા યુવાનો અને કિશોરો તો છે જ નહિ. જો આ રીતે દીક્ષાનો જ નાશ કરી દેવામાં આવશે તો સમગ્ર તીર્થનો નાશ થશે. કેમકે “સાધુ” વિના તીર્થનું અસ્તિત્વ સંભવી શકતું નથી.
માટે જમાનાના આ પવનમાં કોઈએ ફસાવું ન જોઈએ. વધુમાં વધુ બાળદીક્ષાઓ જ થવી જોઈએ. કેટલાકો કહે છે કે, “તે બાળ-દીક્ષિતોને ૧૯-૨૦ વર્ષની ઉંમરે વિકારો જાગશે તો એમના પતન નહિ થાય?'' આની સામે મારો પ્રશ્ન છે કે આ આફત તો પરિણીત દીક્ષિતોને વધુ જોરમાં ઝીંકાય તેમ છે. ભુક્તભોગીઓ દીક્ષા લે તો શું તેમને ભોગવેલા ભોગોની યાદ નહિ સતાવે? એથી તેમનું પતન નહિ થાય?
સાચી વાત તો એ છે કે બે ય માં પતનની શક્યતા છે છતાં સારા સાધુના સંગમાં રહેલા અભક્તભોગી બાળદીક્ષિતોને વિકારોના જે કુતુહલની વાત કરો છો તે જન્મવાની શક્યતા ઘણી ઓછી થઈ જાય છે. કુતુહલ અને અનુભુતનું સ્મરણએ બે માં સ્મરણ જ વધુ ઘાતકી નીવડવાની શક્યતા છે. છતાં દસ બાળકોમાં એકાદ બેનું કદાચ પતન થાય તો ય તેનું દૃષ્ટાંત દઈને બાળદિક્ષા કદી બંધ ન કરાય. દસ ઘડા બનાવતા કુંભારના બે ઘડા ફુટી જાય તેથી કાંઈ ધંધો બંધ ન કરાય. બાળ-દીક્ષા ખતમ થતાં તીર્થપ્રભાવનાની શક્યતાઓ નહિવત્ બની જાય છે.
સાધુ પાસે શું દેવાની તાકાત છે?
લોકો કહે છે, “સાધુ પાસે શું હોય? એ તો અકિંચન છે. આપણી પાસે ઘણું છે માટે આપણે જ સાધુઓને વારંવાર કહીએ છીએ કે, “કાંઈ જરૂર હોય તો જણાવજો.”
શાબાશ! કેવો જીવલેણ ભ્રમ! સાધુ એટલે ગરીબ; બચાડા; કશા ય વિનાના અને બધા ય ના ભૂખ્યા! કેવું ખતરનાક ગણિત! કેવી બેવકૂફ વ્યાખ્યા!