________________
וד
૨૬૦
નહિ ઐસો જનમ બાર-બાર
ભક્તોના ગાંડપણે મચાવેલી અંધાધૂંધી
કોઈ પણ ગુણ વિવેકપૂર્વકનો હોય તો જ તે ગુણ બની રહે; અન્યથા અવગુણ બની જાય.
ભક્તિ પણ વિવેકપૂર્ણ જોઈએ.
વર્તમાનકાળના કેટલાક ભક્તોએ ભક્તિનો વિવેક ગુમાવ્યો છે. એમના ગુરુઓ પ્રત્યેની ભક્તિ ગાંડી બની છે. એના પરિણામે ધર્મશાસનને ઘણું વેઠવું પડયું છે. ભક્તોની ઘેલી ભક્તિ, ગુરુના જીવનને ય ખતરામાં મૂકી દે; અન્ય ભક્તો સાથે લડાઈમાં પણ ઉતારે; એ યાદવાસ્થળી સમગ્ર ધર્મશાસનને ધક્કો પહોંચાડે.
સદેવ બાર હાથ છેટા રહેજો; ભક્તોની ઘેલછાભરી ભક્તિથી.
ભક્તો ઉપ૨ ગુરુનો અધિકાર ચાલે ત્યાં સુધી વાંધો નથી. પણ ગુરુ ઉપર ભક્તોનો અધિકાર આવી જાય તે કેમ ચાલે ?
ભક્ત કહે તેમ ગુરુને કરવું?
ખાનપાનની ભક્તની બધી જ ભક્તિ ગુરુએ મૂંગા મોંએ સ્વીકારી જ લેવી? સંયમ જીવનને બાધા પહોંચતી હોય તો પણ!
ધૂળ પડી એવા ગુરુપદમાં !
રે! નેતૃત્વ કોની પાસે છે? ભક્તની પાસે કે ગુરુની પાસે ?
જે કાળમાં ભક્તના હાથે નેતૃત્વ જશે તે કાળે ધર્મ રસાતાળ થશે. કોઈની શેહશરમમાં ગુરુ કેમ ફસાય?
બે કપડાં ઓછા મળે; લૂખ્ખાં ભોજન મળે; ભાવતાલ કોઈ ન પૂછે... એ બધી સ્થિતિમાં તો ઘણી મીઠાશ છે. ભક્તની ગુલામી તો નરી કડવાશથી ભરી છે.
સમાધિપૂર્વક પણ વહેલું મરણ ન લવાય
કોઈ યુવાન સાધુ રોગિષ્ઠ અવસ્થાથી કંટાળીને અનશન કરી દે તો ? હા.. એની સમાધિ ટકાવનારા વડિલો અને ગુરુબંધુઓની હાજરી પણ હોય...
ના... એમ એકદમ મરણને નોતરું ન દેવાય; ભલે પછી તે સમાધિથી થનારું
મરણ હોય.