________________
૨૫૮
નહિ એસો જનમ બાર-બાર
ગરબડીયું ગુરુતત્ત્વ : અા સાધ્વી
દેવતત્ત્વ તો સર્વદા શુદ્ધ જ રહે. ધર્મતત્ત્વ પણ એવું જ શુદ્ધ રહે.
પણ એ બે ય ને સમજાવનારું, એ બેયની વચમાં રહેલું જે ગુરુતત્ત્વ છે એ સર્વદા શુદ્ધ જ હોય એમ ન કહી શકાય. એમાં તો ગરબડ ઊભી થવાની પણ સંભાવના ખરી.
માટે જ “ગુરુની પસંદગીમાં ખૂબ કાળજી રાખવી જોઈએ. ગુરુ તે જ થઈ શકે છે સંવિગ્ન હોય અને ગીતાર્થ હોય. આમાંના એક પણ ગુણની ઊણપ ગુરુ બનવા માટે નાલાયક ઠરાવે છે. શાસ્ત્રો તો ઉત્સર્ગ અને અપવાદમય છે. કક્ષાભેદ ધર્મભેદો એમાં બતાવેલા છે. આત્મા કઈ કક્ષાનો છે? એમાં કયો ધર્મ એને અનુકૂળ છે? એ બધો નિર્ણય તો “ગુરુ” એ જ કરવાનો છે. એમાં જ જરાક પણ ગફલત થાય તો અગણિત આત્માઓના ભાવપ્રાણનો કચ્ચરઘાણ વળી જાય.
કોઢના રોગનો ભોગ બનેલી અજ્જા નામની સાધ્વી અનેક શિષ્યાઓની ગુરુણી હતી. કોઈ દુષ્કર્મના યોગે મિથ્યાત્વના વમળમાં ફસાણી અને ઉકાળેલું પાણી પીવાથી જ કોઢ થયાનું વિધાન કર્યું !!! એક સિવાયની તમામ શિષ્યાઓએ એ વિધાનને વધાવી લઈને એવા પાણીનો ત્યાગ કરી દીધો ! “અજ્જા” અનંત સંસારનું ભ્રમણ પામી! કેવું જોખમી છે; ગુરુ તત્ત્વ?
ગરબડીયું ગુરુતત્ત્વ
દેવ તો વીતરાગ જ હોય માટે આપણે દેવતત્ત્વ સદા માટે શુદ્ધ જ છે. ધર્મ તો જિનોક્ત જ હોય માટે આપણું ધર્મતત્ત્વ પણ સદા માટે શુદ્ધ જ છે.
પરંતુ ગુરુતત્ત્વ માટે તેમ કહી ન શકાય. આ તત્ત્વમાં ઓછીવત્તી ગરબડો પેસી જવાની શક્યતા તો ખરી જ. વળી આ તત્ત્વ જ મુખ્યત્વે શાસન ચલાવવાની મોટામાં મોટી જવાબદારી અને જોખમદારી ધરાવે છે. દેવ અને ધર્મને ઓળખાવનાર, એ બેની વચ્ચે બિરાજેલું ગુરુતત્ત્વ જ છે ને?
ડૉક્ટર સમા દેવે તો ધર્મસ્વરૂપ હજારો ઔષધિઓ કમ્પાઉન્ડર સમા ગુરુતત્વને આપીને વિદાય લીધી. દર્દીએ, દર્દીએ રોગ જુદો હોય. કોને કઈ દવા દેવી? એનો નિર્ણય તો કમ્પાઉન્ડરે જ કરવાનો રહે છે ને ? એક જ દર્દવાળા સો માણસો હોય તો