________________
וד
નહિ ઐસો જનમ બાર-બાર
‘એક રૂપિયો ધર્માદામાં વાપરીશ.'' આવું ૨૫-૫૦ વા૨ બનશે એટલે એ ભાવો કાબૂમાં આવશે. પછી ગમે તેવા દ્રવ્ય ક્ષેત્ર કાળની ભીંસ તમને કાંઈ કરી શકશે નહિ.
તમે હવે મુક્ત ગગનના માલિક બન્યા; તમને કોઈ પજવી શકે નહિ. જેને જીવન જીવી જાણવું છે એને તો આજે પણ જીવન જીવી જાણવા માટેના લાખ-લાખ ઉપાયો મળી શકે છે. માત્ર વાતોડિયા માટે કશુંય નથી.
૨૩૧
અશુભ સંસ્કારોના વિષવડલા
દ્રવ્ય ક્ષેત્ર અને કાળ જેટલા સારા કે ખરાબ નથી તેટલા સારા કે ખરાબ જીવના અંતરના ભાવો છે. દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ ગમે તેવા હોય તો ય નિભાવી શકાય; પરંતુ ભાવની ખરાબી તો કદી ન નિભાવાય.
મનનો જે જે ભાવ જાગ્રત થાય તેવા તેવા સંસ્કારોના થર આત્મામાં જામતા જાય. દેહદ્રવ્ય વિનાશ પામી જાય; ક્ષેત્રમાંથી વિદાય પણ મળી જાય અને માનવજીવનનો તે કાળ પણ પૂર્ણ થઈ જાય પરંતુ અંતરમાં જગાડેલા ભાવોએ આત્મામાં મૂકી દીધેલી સંસ્કારોની થાપણ તો વધુ ને વધુ સ્થિર બનતી જન્માંતરોમાં ય આવતી
જાય.
ખૂની માણસનું ખૂનશસ્ત્ર (દ્રવ્ય), ખૂન કરવાનું ક્ષેત્ર અને કાળ જાય; અરે ! ખૂન કર્યા પછી ખૂન કરવાનો ભાવ પણ જાય પરંતુ આત્મામાં ખૂનના જે સંસ્કાર પડી ગયા તે તો કાઢયા ન નીકળે એવી આત્મામાં પક્કડ મેળવી લે છે. આવા સંસ્કારોના બીજ પડી ગયા પછી તો આપમેળે પોતાના ઝે૨ીવડલાઓને વિકસાવતા જાય છે. વડવાઈઓની જેમ એ સંસ્કારો સ્વતઃ સર્વત્ર જીવનોમાં વ્યાપતા જ રહે છે.
પાણીમાં પડેલાં તેલનાં ટીપાંની જેમ એ સંસ્કારો ફેલાય છે.
જેવું ખરાબ સંસ્કારોનું તેવું જ સારા સંસ્કારોનું સમજી લેવું. એ પણ પોતાનો વિસ્તાર કરતા રહેવાની સ્વયંભૂ તાકાત ધરાવતા હોય છે.
મુનિના એક જીવનમાં ક્રોધના ભાવને જન્માવીને જે સંસ્કાર જામ કર્યા તે સંસ્કારોએ તાપસ જીવનમાં કેવો ભયાનક તરખાટ મચાવ્યો ? અને ત્યારબાદ સર્પનું જીવન પામીને કેટલી પરાકાષ્ટાએ એ ક્રોધ પહોંચ્યો કે સાક્ષાત્ ભગવાન મહાવીરદેવને ખતમ કરવા એ ચંડકોશિક સાપ તૈયાર થયો ! જો પ્રભુ એને ન મળ્યા હોત તો કોણ એના સંસ્કારવનને ભડકે જલાવી દઈને એનું કલ્યાણ કરત? બીજું