________________
નહિ ઐસો જનમ બાર-બાર
૨૨૯
પડેલા મલિન ભાવોનું થાણું સાબદું બની જાય.
મહાવિરાગી સંતને જો કામણગારી સ્ત્રીનું દ્રવ્ય મળે, નિર્જનક્ષેત્ર મળે અને રાત્રિનો કાળ મળે.. તો જન્માંતરોમાં તૈયાર કરેલા ચિત્તના અશુભ ભાવો જાગી પડે અને ઘમસાણ મચાવી જ દે.
કોઈ બાળને જો સંત-સમાગમ મળે, ધાર્મિકજનોનાં ગામમાં વસવાટ મળે, ધાર્મિક અધ્યયનાદિ કરવાનો કાળ મળે તો જન્માંતરોમાં સંતના અને ડાકુના પણ જીવન જીવીને આવેલું તે બાળક સંતની ભૂમિકાને સિદ્ધ કરે.
જેવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ; તેવા ભાવ. હવે એ વાત સુપેરે સમજાઈ જશે કે મેલાં મનોભાવોને કાબૂમાં લેવા માટે શું કરવું જોઈએ? મેલાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળથી દૂર રહો એ જ મેલા ભાવને કાબૂમાં રાખવાનો સૌથી સરળ ઉપાય છે. આ જ કારણસર સિનેમાટોકિઝ, અને બીભત્સચિત્રોની સામે મંદિરો અને મૂર્તિઓ ગોઠવાયા છે.
ક્લબોના ભાષણોની સામે સંતોના પ્રવચનો ગોઠવાયા છે. અધર્મની ક્રિયાઓ સામે ધર્મની ક્રિયાઓ ગોઠવવામાં આવી છે.
જેના ભાવ બગડયા તેના ભવ બગડ્યા
અશુભ ભાવોની જીવલેણ પક્કડમાંથી જે આત્મા માનવ જીવન પામીને ય મુક્ત થઈ જતો નથી એના જેવો કમનસીબ કદાચ બીજો કોઈ નહિ હોય.
આવા માનવને અશુભ દ્રવ્ય ક્ષેત્ર, કાળ મળે તો અશુભ ભાવ વધુ બળવાન બને અને શુભ દ્રવ્યાદિ મળે તો તેની કોઈ જ અસર થવા ન પામે. કદાચ શુભદ્રવ્યાદિના વાયુમંડળમાં ય એ બિચારો પાપો જ કરતો હોય. જિનમંદિરમાં જઈને ય પાપો કરનારા કયાં ઓછા હોય છે?
અશુભ આચરણની સામે સખ્ત દંડ વારંવાર રાખો તો જ ક્યારેક અશુભ ભાવની પક્કડમાંથી છુટકારો થઈ જશે. એક વાર એ છુટકારો થાય પછી જ વિકાસની યાત્રામાં આગેકૂચ થઈ શકે નહિ તો એ આગેકૂચનું કાર્ય ઘણું નિકટ બની જવા સંભવ છે.
અબજો પતિ મમ્મણશેઠ એના પૂર્વ જીવનમાં શ્રીમંત વાણિયો હતો. એક વાર એણે મુનિને સિંહ કેસરિયા મોદકનું ઉત્તમ દ્રવ્ય વહોરાવ્યું. ક્ષેત્ર પણ સુંદર હતું. કાળ પણ શ્રીમંતાઈનો હતો, પણ પાછળથી ભાવ બગડયો અને બધું ય ઊંધું થયું. બીજા ભવમાં અબજોપતિ શેઠ તો બન્યો પણ તેલચોળા સિવાય કશું