________________
નહિ ઐસો જનમ બાર-બાર
૨૦૧
શું એ પણ મુશ્કેલ છે? તો તે ત્યાગનું બળ પ્રાપ્ત કરી આપનાર શુદ્ધધર્મની પ્રાપ્તિ-સન્મુખતા સિદ્ધ કરો.
શું એય મુશ્કેલ છે? તો એ સિદ્ધિને પમાડનાર પાપકર્મનાશ પ્રાપ્ત કરો. શું એય મુશ્કેલ છે? તો એ તાકાત લાવી આપનાર કાળનો પરિપાક કરો. પણ શી રીતે કાળ પકવવો? આ રહ્યો તેનો પણ ઉપાય. પાપના અનુબંધ તોડી નાખો એ પુણ્યના અનુબંધો જોડી દો. પણ શી રીતે તોડજોડ કરવી? આ રહ્યા તેના ત્રણ ઉપાયો. (૧) દુષ્કતોની ગુરુસાક્ષીએ નિંદા કરો. (૨) સુકૃતોની અનુમોદના કરો. (૩) તમારું મન શ્રીઅરિહંતોના ચરણે મૂકી દો.
સહુથી બની શકે તેવી સરળ આ વાતો છે. ગહ વગેરે તો માંદોય કરી શકે, સંસારી પણ કરી શકે, બાળક અને સ્ત્રી પણ કરી શકે, વૃદ્ધ પણ કરી શકે.
આ ત્રણ ઉપાયોને જ સારી રીતે અજમાવશો તેનો કાળ આપોઆપ પાકશે; તેનો પાપકર્મનાશ સહેલાઈથી થશે, શુદ્ધધર્મની પ્રાપ્તિ.. યાવત્ મોક્ષ તેને હાથવેંતમાં જ હશે.
ગહ, અનુમોદના અને શરણાં
અનંતીવાર દુષ્કતો ત્યાગ્યા, અનંતા સુકૃતો સેવ્યા અને અરિહંતના શરણાંય ઘણાં લીધાં પણ અફસોસ! તો ય આપણો મોક્ષ ન થયો. આજ સુધી ન જ થયો.
શાથી? સાંભળો.... દુષ્કૃત ત્યાગવા છતાં એ દુષ્કતો તરફ નફરત ન હતી. સુકૃતો સેવ્યા પણ એ સુકૃતો પ્રત્યે હાર્દિક સદ્ભાવ જ ન હતો.
શરણાં ય લીધા અરિહંતાદિના.... પણ દુઃખના ભયથી; સુખના લોભથી.... હા.. પાપના ભયથી તો ક્યારેય નહિ.
ટી.બી.નો દર્દી પણ અબ્રહ્મ સેવનનું દુષ્કત નથી ત્યાગતો શું? પણ એના હૈયે એ દુષ્કૃત પ્રત્યે નફરત થોડી હોય છે? ગહ વિનાનો એવો દુષ્કતત્યાગ કદી મોક્ષ ન આપે.