________________
નહિ ઐસો જનમ બાર-બાર
૧૯૯
સાથે કાંઈ લેવાદેવા નથી. શાંત જીવન જીવવા માટે માણસે “સારા” બનવું જ રહ્યું.
સારો” તે જ બની શકે જેણે જીવનના સુખના કાળમાં લીન બનવાની અને દુ:ખના સમયમાં દીન બની જવાની વાત ઉપર શાસ્ત્રનીતિ મુજબ પાકી ચોકડી મારી દીધી હોય.
તમારે મોક્ષ જોઈએ છે?
આ પ્રશ્ન હકાર કે નકારના ઉત્તરમાં જ તમે કેવા છો? શાંત કે અશાંત? સારા કે ખરાબ? એના ઉત્તરો પડેલા જ છે.
મોક્ષ પણ ભુલાય ત્યારે મોક્ષ મળે
સંસારનું સાચું દર્શન થાય છે ત્યારે જ અંતરમાં મોક્ષાભિલાષ જાગે છે. મોક્ષની એ તીવ્ર તાલાવેલી જ એ આત્માને મોક્ષપર્યાયના આવિર્ભાવની સિદ્ધિ તરફ જોરથી ધકેલે છે પણ છેવટે એક એવી પણ કક્ષા આવે છે જ્યારે એ મહાત્માને સમત્વભાવની અનુભૂતિ થવા લાગે છે. એ વખતે એને તૃણ મણિ સમાન લાગે છે; ચંદનના લેપ અને કુહાડીના ઘા... બે યમાં સમતા અનુભવવા મળે છે. જ્યારે આ મસ્તી પ્રાપ્ત થાય છે ત્યારે ભવ અને મોક્ષ પણ સમાન બની જાય છે. સ્વર્ગ અને નરક પણ સમાન થઈ જાય છે.
પછી કોઈ સ્વર્ગના સુખનું કે મોક્ષના આનંદનું વર્ણન કરે તો ય તે કહી દે કે, “ભાઈ? બે ય વધુ ને વધુ દૂર છે. એની શાને ઈચ્છા રાખું? મને તો સમાધિનો આનંદ અહીં જ મળ્યો છે એનો રસાસ્વાદ લીધા પછી કશાયની ઈચ્છા જ થતી નથી.”
જ્યારે આ કક્ષા આવે ત્યારે મોક્ષ હાથમાં આવીને પડયો કહેવાય. હવે તો એની બક્ષિસરૂપે જ માત્ર મોક્ષમાં જઈને સદા માટે રહેવાનું હોય. વિકાસનું આ કેવું અનુપમ તત્ત્વજ્ઞાન છે? સંસાર ભુલાયો મોક્ષ પણ ભુલાયો... અને મોક્ષ મળ્યો પણ
સબુર. મોક્ષને ભૂલવા માટે મોક્ષને ખૂબ યાદ કરાવવની પૂર્વ પ્રક્રિયામાંથી પસાર થવાની વાતની કોઈ રખે માંડવાળ કરી દેતા.