________________
૧૯૬
નહિ એસો જનમ બાર-બાર
ભણતરના ભૂતડાંઓએ વળગી પડીને જ માનવને સ્વાર્થોધ, ક્રોધાંધ અને કામાંધ બનાવ્યો છે. રે! માનવનું તો જીવન માત્ર જીવવાનું જ નથી; પણ જીવી જાણવાનું છે.
જીવન જીવી જાણવું એટલે આર્ય સંસ્કૃતિના પાલન દ્વારા સારા બનીને જીવનમાં પરમશાંતિ અને મરણમાં અપાર આનંદ માણી જાણવો.
નવી પેઢીની એક વિશેષતા
ગમે તેટલા અવગુણો નવી પેઢીમાં ભલે કદાચ હોય તો ય એ અવગુણોના અંધકારમાં પ્રકાશની એક તારલી તો જરૂર ટમટમે છે. આ પ્રકાશ વિરાટ બનીને ફાટે તો જગતમાત્રમાં પ્રકાશ પથરાઈ જાય.
આ વિશેષતા છે; સાચું સમજવાની (પૂર્વગ્રહમુક્ત) તેયારી. જો ધર્મનું તત્ત્વજ્ઞાન ખૂબ સારી રીતે એમને સમજાવનાર કોઈ હોય તો તે સમજી શકે છે; એની ઉપર શ્રદ્ધા પણ કરી શકે છે; એને જીવનમાં ઉતારી પણ શકે છે.
આ ગુણ જૂની પેઢીમાં જણાતો નથી. આગલી હરોળમાં બેસી પડતા જૂની પેઢીનાં કેટલાંક મહાનુભાવો તો એવા રીઢા ગુનેગાર બનેલા હોય છે કે, વક્તાના ઉપદેશની શરૂઆત થતા પહેલાં જ, જાણે એમના અંતરમાંથી અવાજ પ્રગટી જાય છે, “અમે બધું સમજીએ છીએ. તમારા જેવા તો કૈક આવી ગયા. અમે આ બધું સાંભળ્યું છે.'
ઘણી દુઃખદ બાબત તો એ છે કે આ લોકો પાસે ઘણાઓની કથા બ્લેક-ડાયરીમાં લખેલી તૈયાર હોય છે. સાચી કે ખોટી એ પૂછશો નહિ. આથી જ તેઓ સાધુ માત્ર ઉપર અમુક પ્રકારની નફરત ધરાવતા બની જઈને સાંભળવાની પાત્રતા જ ગુમાવી બેઠા હોય છે. આથી જ નવી પેઢીને તો મારે ખાસ કહેવું છે કે ત્યાગી સંસ્થાના દોષો જોવા માટે નજીકમાં કદી આવશો નહિ. એ આગ છે. અડશો તો દાઝશો; દૂર રહેશો તો ટાઢ ઉડાડશો; ઘણું પામશો પછી તમારા બ્લ બુક્સના વાંચનના શોખને અમે રમત માત્રમાં છોડાવી શકીશું.
પ્રયોગ ન કરો; યોગના પ્રેમમાં પડો
જીવન કેટલું ટૂંકું છે! આ જન્મ્યા; હજી તો બચપણના સંભારણા આવી જાય