________________
וד
૧૭૮
નહિ ઐસો જનમ બાર-બાર
સમતા લાવવા માટે શું કરવું?
ઉ. –દુ:ખોમાં અદીન બની રહેવાની કળા સિદ્ધ કરવી... જરા ય હાયવોય ન
કરવી.
પ્ર.
એ અદીનતા શી રીતે આવે?
ઉ – સુખની પળોમાં અલીનતા આવે તો જ એ અદીનતા આવે.
સુખના રંગબેરંગી પરપોટાને પામીને જે આત્માઓ તેમાં લીન બની જાય છે તેઓ સુખમાં પાગલ બને છે, જીવો પ્રત્યેની કરુણાથી શૂન્ય બને છે, સદાચારથી ભ્રષ્ટ થાય છે અને પરમાત્માના અનંત ઉપકારો પ્રત્યે બેચેન બને છે. આવા આત્માઓને દુશ્કર્મના યોગે દુઃખ આવે ત્યારે તે દુઃખને પચાવી શકે જ નહિ. સુખની અલીનતા વિના દુઃખને પચાવવાની તાકાત ઉદ્ભવતી જ નથી. સુખને સહન ન કરી શકનાર, આત્મા દુઃખના દિવસોમાં તો ભયંક૨ ધમપછાડા કરવાનો જ.
અને આવી સ્થિતિવાળાને સમતા ક્યાંથી આવે? અહીં વીતરાગતાની તો વાત જ ક્યાંથી કરવી?
માત્ર વીતરાગ બનવાની ઈચ્છાથી વીતરાગી નહિ બનાય. તે માટે સુખો પ્રત્યે અલીન બનવું પડશે. પછી તો આપોઆપ આગળની સિદ્ધિઓ પ્રાપ્ત થશે. દુ:ખો પ્રત્યે અદીનતા; શત્રુ મિત્ર પ્રત્યે સમતા, અને છેવટે વીતરાગતા એની મેળે તમારા જીવન-આંગણે ચાલ્યા આવશે.
વીતરાગતા પામવા માટે પ્રથમ તો સમતાને સિદ્ધ કરવી પડશે
દેવાધિદેવ પરમાત્મા મહાવીરે ફરમાવ્યું કે માનવમાત્રનો ઉદ્દેશ એક જ હોવો ઘટેઃ વીતરાગ બનવાનો; સિવાય કોઈ નહિ.
પણ વીતરાગ બનવું શી રીતે ? રાગ અને દ્વેષના તોફાનોને આત્માના તમામ પ્રદેશમાંથી સંપૂર્ણપણે નાબૂદ કરી દેવાની કલ્પના પણ ધ્રુજાવી મૂકે તેવી છે ત્યાં એની સાધનાની તો શી વાત કરવી?
પરમાત્મા કહે છે : વીતરાગ બનવા માટે સમતા ધારણ કરો. સ્થિતપ્રજ્ઞ બનો. ધૂળને માત્ર ધૂળ ન જુઓ; હીરામાણેકના ઢગલાને પણ ધૂળ જુઓ...; માન-અપમાન બેયને સમાન જુઓ.. જેટલી સમતા વિકાસ પામતી જશે તેટલી વીતરાગતા