________________
וד
નહિ એસો જનમ બાર-બાર
વર્તાવ વગેરેને સ્પર્શવા પણ નહિ' એ વાત પણ અસરકારક રીતે રજૂ કરવી પડશે.
સુદીર્ઘકાળની બ્રહ્મચર્યની સાધનાને સ્પર્શી ગયેલા મુનિને પણ સ્ત્રીનું ચિત્ર જોવાની શાસ્ત્રમાં મનાઈ ફરમાવી છે; તો અત્યંત બીભત્સ ચિત્રોના ઉઘાડા પ્રદર્શનો સંસારી માનવના ચિત્તમાં કેવો ખળભળાટ ઊભો કરી શકે એ વાત સહેલાઈથી કલ્પી શકાય તેવી છે.
૧૭૩
ઘરઘરમાંથી બીભત્સ ચિત્રોવાળા કે અનિચ્છનીય દશ્યોવાળા કેલેન્ડરો, પુસ્તકો, રેડીઓના સિનેમાગીતો, સિનેમાઓ, વગેરે ઉપકરણોની સાફસૂફી થવી જ ઘટે. અન્યથા એ આકર્ષણો નિર્દોષ સ્ત્રી પુરુષોના શીલ વગેરેને ભરખી ગયા વિના નહિ રહે. પછી એમને ઠપકો દેવાનો કોઈ અર્થ નથી.
છેવટે આમાં કોઈ પ્રગતિ ન જ થાય તો તમે તમારી જાતને સંભાળી લો. આંખો જ મીંચી દો, કાન જ બંધ કરો. મોં જ બંધ કરો. ડામરનો આખો રોડ ચામડે મઢાતો નથી. ત્યારે માણસ ચંપલ પહેરી લે છે. વંટોળ બંધ કરાતો નથી ત્યારે માણસ બારી-બારણાં બંધ કરીને ઘરમાં બેસી જાય છે.
જીવનમાં એકલા કાંટા જ પથરાયા નથી
જીવન એ શું છે? એકદમ ટૂંકો અને સ્પષ્ટ જવાબ દેવો હોય તો એમ કહી શકાય કે જીવન એટલે જગપ્રસિદ્ધ મધુબિંદુનુ દૃષ્ટાંત એમાંનું એકેએક પડખું.
પણ માનવ ક્યાંક થાપ ખાઈ ગયો છે. શાસ્ત્રશુદ્ધમતિના અભાવના કારણે
સ્તો...
એણે એવું માની લેવાની ભૂલ કરી છે કે જીવન એટલે મરણથી નાસભાગ; અનિવાર્ય ઘડપણ, રોગો; દગા, ફટકા, વિશ્વાસઘાત, જૂઠ, ચોરી, હાયવોય, નિસાસાઓ, ચીસો, ચીચીયારીઓ; ક્રોધ, અભિમાન, માયા-પ્રપંચ અને તૃષ્ણાઓ. આ સિવાય જીવનમાં છે જ શું?
ના... આ બધા ય ઉપરાંત જીવનમાં એવી બે વસ્તુઓ પડી છે કે જે ઉધા પાસાથી ખદબદી ઊઠેલા જીવનને જંગી ‘બેલેન્સ’ના જમાપાસામાં ફેરવી દે છે; જે જીવનને જીવવા જેવું મનાવે છે. જેની ખાતર આવી હજારો આફતોને સમ્યગ્દષ્ટિ દેવાત્માઓ પણ વધાવી લેવા તૈયાર થાય છે; દુઃખના ભયાનક અંધકારમાં જે
પ્રકાશનો તેજલીસોટો બની રહે છે.