________________
૧૩૪
નહિ એસો જનમ બાર-બાર
મગનું શાક ઓછો રાગ કરનાર હોઈને ખવાય છે. અને કેળાનું શાક ઘણો રાગ કરનાર હોઈને ત્યાજ્ય ગણાય છે.
ભલે કોઈ ક્રિયામાં ૯ લાખ જીવોની હત્યા ન પણ થતી હોય; ભલે કદાચ રેફ્રિજરેટરમાં બનેલા આઈસ્ક્રીમમાં મીઠાં જેવા કાતીલ શસ્ત્રનો ઉપયોગ ન થયો હોય.. તો ય એ બધા રાગાદિના અતિજનક હોવાથી ત્યાજ્ય છે.
બીજી બાજુએ મોક્ષમાર્ગ સ્વરૂપ ગણાતા તપ-ત્યાગાદિ પણ જો માનપાનાદિ માટે બનતા હોય તો તે બધાય નિતાન્ત ત્યાજ્ય છે.
આમ ધર્મ પણ રાગાદિજનક બને તો અધર્મ છે. અધર્મ પણ રાગાદિનાશક બને તો ધર્મ છે.
ધર્મ શ્રવણના બે અધિકારીઓ
ધર્મદેશનાનો આરંભ કરતી વખતે શ્રોતાજનો તરફ નજર જાય છે ત્યારે કેટલીકવાર સાવ બેચેન બની જવાય છે. એવા રીઢા ગુનેગાર જેવા મોં દેખાય કે એમને કોઈ મન બરાડી ઊડે, “પથ્થર ઉપર પાણી નાખવાનું કામ કરવાનું છે.”
મને લાગે છે કે આ કાળમાં ધર્મદેશનાની અસર “કોક” ઉપર જ કરવા ખાતર જ બધો પ્રયત્ન કરવો પડે છે.
વસ્તુતઃ તો આ દેશનાનો અધિકાર બે જ પ્રકારની વ્યક્તિઓને પ્રાપ્ત થાય એમ લાગે છે. (૧) જનમજનમની સંસ્કારી વ્યક્તિ. (૨) આ જનમના કાંટાળા અનુભવે થાકેલી વ્યક્તિ.
પૂર્વ જન્મના સંસ્કારો લઈને જન્મેલી વ્યક્તિને તો ધર્મદેશનાનું ખૂબ જ સુંદર પાત્ર કહી શકાય.
તે સિવાય આ જીવનમાં નાસીપાસ થનાર; મિત્રોથી દગો પામનાર. સ્નેહીઓથી વિશ્વાસઘાત કે પ્રપંચી રાજકારણનો ભોગ બનનાર; સમાજ-સેવાઓમાં માર ખાઈને કે હડધૂત થઈને ઘરે બેસી જનાર વગેરે વગેરે... પ્રકારની, થાકીને જગતનું દર્શન કરવા મથતી વ્યક્તિઓને ધર્મદેશનાનું બીજા નંબરનું પાત્ર કહી શકાય.
આ સિવાયના સાંભળીને સાવ જ રીઢા બનેલાં માણસો એ કેટલાંક પુણ્યની અનુકૂળતા માપનારા માણસોમાં હું આ પાત્રતા જોતો નથી. એમના વિષયમાં થતો પ્રયત્ન ઘોર નિષ્ફળતા આપે તો નવાઈ નહિ વળી એવી નિષ્ફળતાનો માર