________________
૧૧૪
નહિ એસો જનમ બાર-બાર
હા. પેલી વાસનાપજવણી એને ધર્મકાર્યમાં વિઘ્નરૂપ બન્યા કરે તે બને. અને તેમ થવાથી ધર્મમાં જરૂરી એકાગ્રતાને એ સ્પર્શી ન શકે.
આ આફત નિવારવા માટે તે લગ્નજીવનના ખીલે બંધાય છે. વાસનાની પજવણીને એના દ્વારા યોગ્ય રીતે શાંત કરી દે છે.પછી બાકીની તમામ સમય ધર્મની સ્પર્શનાના યોગજીવનને માટે જ ફાળવી દેવામાં આવે છે.
કૂતરો ભસ્યા જ કરતો હોય અને તે કારણથી કોઈ કામ થઈ શકતું ન હોય તો એ કૂતરાંને કમને પણ રોટલા નાખી દેવા પડે છે ને? એ રોટલા મળી જતાં કૂતરો શાંત પડી જાય. અને કામ નિર્વિને પાર ઊતરી જાય.
શ્રાવકનું સંસારજીવન વાસનાને રોટલા નાખી દેવા પૂરતું જ હોય; એમ કરીને બાકીનો કામ ધર્મમયજીવનની આરાધનામાં પસાર કરવાનું જ એનું લક્ષ્ય હોય.
સબૂર! આથી લગ્નજીવનમાં સંમતિ કોઈ રખે માની લેતાં! ના. સાવદ્યકાર્યમાં કદાપિ સંમતિ ન હોય. અહીં તો એટલી જ વાત ધ્યાન ઉપર લાવવી છે કે ભગવાન જિનેશ્વરોના અનુયાયીનો ભોગ પણ યોગની સાધના માટે જ હોય.
ઓ શ્રાવિકાઓ! તમે માત્ર
સ્ત્રી નથી હોં! શ્રાવિકા એટલે સ્ત્રી નહિ; એથી ઘણી ઘણી વધારે.
માટે જ જગતની રીતરસમો મુજબ શ્રાવિકાથી ન જીવી શકાય. જગતની સ્ત્રીઓ લોકહેરી મુજબ તણાય, અને લોકિક આનંદોમાં રાચે-માશે. જ્યારે તીર્થંકર પરમાત્માના શાસનને વરેલા માતાપિતાઓની કન્યારૂપે જન્મેલી સ્ત્રી તો શ્રાવિકા છે. એ તો જિનાજ્ઞા મુજબ જીવે અને લોકોત્તર વૈભવથી સુસંપન્ન સાધ્વી જીવનની મસ્તી માણવાના સ્વપ્ના સેવે.
કદાચ આવી કન્યાઓ દુષ્કર્માદિના યોગે લગ્ન કરે તો પણ શું થઈ ગયું? એની ખાવા-પીવા, સૂવા-બેસવા, બોલવા-ચાલવાની બધી રીતો સાવ જુદી જ હોય. એની સર્વ વૃત્તિપ્રવૃત્તિમાં જિનાજ્ઞા પ્રત્યે કટ્ટર પક્ષપાત જીવંત બનેલો જોવા મળતો જ રહે.
આથી જ પરિણીતા સ્ત્રી ભલે વહુના મોં જોવાના સ્વપ્ન સેવે; ભલે વહુના દીકરાને રમાડીને મરવાની ઈચ્છા રાખે. પરંતુ શ્રાવિકાના ઓરતાં તો સાવ જુદા હોય. સંસારને વધારનારી આવી અભિલાષ એના રૂવાંડેય ન હોય. એ તો પોતાના