________________
૧૧૦
નહિ એસો જનમ બાર-બાર
જૈનકુળમાં જન્મ્યો એ જ મહાભાગ્ય!
મહાવીર મારા હૃદયમાં છે પાપજીવનના અગણિત દુર્ભાગ્યોની વચ્ચેય જો જૈનકુળમાં જન્મ થયો હોય તો તે જ એક ઘણું મોટું સદ્ભાગ્ય બની રહે છે.
આવું વિધાન કરવા પાછળનો મુદ્દો એ છે કે જેનકુળે જન્મેલો આત્મા અનાચારોના પંથે ઘસડાઈ જાય તો પણ કોઈક વખત એને પોતાનો ધર્મ યાદ આવી જવાનો; અથવા તો ધર્મગુરુ ભેટી જવાની મોટી ઊજળી શક્યતા કાયમ જીવતી રહે છે. અને જ્યારે આવું કાંઈક બની જાય ત્યારે એ પાપપ્રચુર જીવનને ધર્મ સન્મુખ બની જતાં વાર લાગતી નથી.
એવી સ્થિતિ આવતા કદાચ ઘણો વધુ સમય પણ લાગી જાય ખરો.
પુના બાજુ એક આખું જૈન કુટુંબ ગરીબીના કારમા ખપ્પરમાં હોમાઈ ગયું હતું. વટાળ પ્રવૃત્તિ કરતાં ધર્માધ પાદરીઓએ એની ગરીબીનો લાભ ઉઠાવીને એ કુટુંબને ખ્રીસ્તી બનાવી દીધું. મુખ્ય વ્યક્તિને રક્તપિત્ત થતા એને એક મિશનરી સંસ્થામાં મૂકી દેવામાં આવી.
એક વાર કોઈ બે જૈન સાધુઓ સંસ્થામાં ગયા. પેલા રક્તપિત્તીયા ભાઈએ ક્રોધના આવેશમાં આવી જઈને બેફામ બોલી નાંખ્યું; પણ અંતે એ બોલી ઊઠ્યા, “પણ... આટલું બધું હોવા છતાં, યાદ રાખજો કે આજે પણ મહાવીર મારા હૃદયમાં છે!''
જોયોને? જેનકુળમાં જન્મ પામવાનો પ્રભાવ!
આ પાંચ નિયમો ન પાળે તેને
જૈન કેમ કહેવો? કુળથી તો જે જૈન છે તે છે જ. તેની સામે કોઈનો કશો ય આક્ષેપ નથી. અહીં તો આચારથી જૈનની વાત વિચારવી છે.
જીવનમાં કોઈ આચાર ન હોય તો ય તેને આચારનો જૈન કેમ કહી શકાય? જૈન બનવા માટે તો ઘણો ઘણો આચાર પાળવો આવશ્યક છે. છેવટમાં છેવટ આ પાંચ બાબતો તો જૈનના જીવનમાં હોવી જ જોઈએ.
(૧) નવકરશી.. (૨) તિવિહાર. (૩) કંદમૂળ ત્યાગ. (૪) સ્વદ્રવ્યથી જિનપૂજા.