________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘ઉદ્ધત છોકરી, હું જાણું છું. બધું જાણું છું. હું તને જન્મ આપનાર જનક છું. મારા વિના........
‘તાત! મારા જો જન્મના તમે માલિક છો તો મારા મરણના પણ માલિક કેમ નહીં? જે મારા જન્મના સ્વામી છે, તે મારા મરણના પણ સ્વામી હોવા જોઈએ. હે તાત! શું આપ મને મૃત્યુથી બચાવી શકશો? અથવા મારી સાથે મરી શકશો?'
૭૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘ચૂપ રહે. પિતાની સાથે વિવાદ કરતાં તને શરમ નથી આવતી? હું પણ જોઉં છું કે તારો હાથ કોણ પકડે છે? તારાં કર્મો તને કેવો વર લાવી આપે છે... માતા-પિતાની આજ્ઞા અને મર્યાદાનો ભંગ કરનારી કુલાંગાર કન્યાનું મોં જોવા હું નથી ઇચ્છતો...'
મહારાજાનો ક્રોધ આસમાને પહોંચ્યો.
‘તાત, મારા પર રોષ ન કરો. આપની આજ્ઞા શિરોધાર્ય છે. આપની મર્યાદા મારી આંખો પર છે. આપ મારા માટે જે પતિ પસંદ કરી લાવશો તેને હું વરીશ!'
મેં પિતાજીની ચરણરજ માથે ચઢાવી, પ્રણામ કર્યા અને હું મારી માતા રૂપસુંદરી પાસે ચાલી ગઈ.
For Private And Personal Use Only
મગણા