________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ રીતે ભિન્ન ભિન્ન અપેક્ષાએ આપનામાં પિતૃત્વ છે, પતિપણું છે, ભ્રાતૃત્વ છે.. રાજત્વ છે, મૈત્રી છે, શત્રુતા છે... અને આવાં બીજાં અનેક વ્યક્તિત્વ છે! આ છે અપેક્ષાવાદ! આ છે અનેકાન્તવાદ!
એટલે એકાંત માન્યતાવાળાં દર્શન સમ્યગુ નથી, મિથ્યા છે. સર્વજ્ઞ તીર્થકરોએ જેમ આત્માના વાસ્તવિક સ્વરૂપને બતાવ્યું છે, તેવી રીતે એ આત્મા અનાદિકાળથી જે કર્મોથી બંધાયેલો છે, એ આત્મા અને કર્મોનો અનાદિ-સંબંધ પણ બતાવ્યો છે.
આત્મા અનાદિકાલીન છે. આત્મા અને કર્મોનો સંબંધ અનાદિકાલીન છે. આ સૃષ્ટિ અનાદિ-અનંત છે! આ સૃષ્ટિ પેદા થયેલી નથી કે એનો પ્રલય પણ થવાનો નથી! “પિતાજી! આ બધી તત્ત્વની વાતો મેં જાણી છે. અને તેથી મારા મનનું મને સમાધાન થયું છે. ગુરુદેવ આચાર્યશ્રી મુનિચન્દ્રસૂરિનો પણ મારા પર પરમ ઉપકાર છે. એમણે મને જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ-સંવર, બંધ-નિર્જરા અને મોક્ષ - આ નવ તત્ત્વોનો બોધ આપ્યો છે. તેઓએ મને સમગ્ર વિશ્વરચના - ચૌદ રાજલોકનું સ્વરૂપ સમજાવ્યું છે”
મયણાસુંદરી અટકી. મહારાજા પ્રજાપાલે હર્ષથી ગદ્ગગદ્ થઈને કહ્યું: “હે પુત્રી, તારી શાસ્ત્રસિદ્ધાંતની વાતો સાંભળીને ખૂબ આનંદ થયો. બેટી, મને એક વાત કહે કે આ બધા શાસ્ત્ર-સિદ્ધાંતોમાં સમગ્ર જીવસૃષ્ટિ પર કયું તત્ત્વ રાજ કરી રહ્યું છે?'
કર્મો! આઠ કર્મો! પિતાજી, અનંત અનંત જીવો, અનંત અનંત કર્મો કે જે આઠ કર્મોના ભેદ-પ્રભેદ છે, તેનાથી બંધાયેલા છે, લેપાયેલા છે, જકડાયેલા છે, આવરાયેલા છે અને એ કમાં જ જીવોને સુખ-દુઃખ આપે છે!”
એટલે મારા કર્મો તને સુખ આપી શકે? તારા કર્મો મને દુઃખ આપી શકે ખરાં?'
ના તાત! દરેક જીવન પોતાનાં જ બાંધેલાં કર્મોથી સ્વયં સુખ કે દુઃખ પામે. પુણ્યકર્મો ઉદયમાં આવે તો સુખ પામે અને પાપકર્મો ઉદયમાં આવે તો દુઃખ પામે. પિતાજી! આ દુનિયામાં કોઈ કોઈને સુખી ન કરી શકે કે કોઈ કોઈને દુઃખી ના કરી શકે. એટલે કોઈ મનુષ્ય એવું અભિમાન ન
૬૮
માણા
For Private And Personal Use Only