________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન પણ નથી કર્યું, છતાં ગુરુદેવ સુબુદ્ધિ પાસેથી કિંચિત્ આઈ. દર્શનનો પ્રસાદ જરૂર પ્રાપ્ત કર્યો છે. પિતાજી, સર્વજ્ઞ તીર્થકરોએ આ વિશ્વને... વિશ્વના પદાર્થોને સ્યાદવાદ દૃષ્ટિથી, અનેકાન્ત દૃષ્ટિથી જોવાનો અપૂર્વ સિદ્ધાન્ત આપ્યો છે.' બેટી, આત્માને અનેકાન્ત દૃષ્ટિથી કેવી રીતે જવાય?” હે તાત, આત્મા એક અપેક્ષાએ નિત્ય છે, બીજી અપેક્ષાએ અનિત્ય છે! એકાંતે નિત્ય નથી. એકાંતે અનિત્ય નથી!”
એ કેવી રીતે?' “હે દેવ! દ્રવ્યદૃષ્ટિથી આત્મા નિત્ય છે, પર્યાયદષ્ટિથી આત્મા અનિત્ય છે, આત્મતત્ત્વ અજર-અમર-અક્ષય છે. પરંતુ એની અવસ્થાઓ બદલાયા કરે છે.
એક દૃષ્ટાંતથી સમજાવ.”
જેમ સોનાનો હાર તોડીને, સોનું ગાળીને પછી એ જ સોનાનું કંગન બનાવવામાં આવે, તો સોનું એનું એ જ રહ્યું. સોનું નાશ ન પામ્યું પણ હાર નાશ પામ્યો, કંગનનો જન્મ થયો! તેવી રીતે મનુષ્ય મરીને પશુ થાય, તો આત્મા મરતો નથી. આત્માની જે મનુષ્ય-અવસ્થા હતી તે નાશ પામી અને પશુ-અવસ્થાનો જન્મ થયો. આ અવસ્થા એટલે પર્યાય! આત્મા દ્રવ્ય કહેવાય, મનુષ્યપણું, પશુ-પક્ષીપણું, દેવપણું, નારકપણું - આ બધા પર્યાય કહેવાય. આમ, દ્રવ્યદૃષ્ટિથી આત્મા નિત્ય-અવિનાશી કહેવાય, પર્યાયદૃષ્ટિથી અનિત્ય-વિનાશી કહેવાય. આનું નામ અનેકાંતદૃષ્ટિ!”
આવી જ રીતે એક દ્રવ્યમાં, એક પદાર્થમાં, એક વ્યક્તિમાં જુદી જુદી અપેક્ષાએ જુદાં જુદાં વ્યક્તિત્વ જોઈ શકાય.
એ કેવી રીતે બેટી?' મહારાજાને મયણાના તત્ત્વજ્ઞાનમાં અભિરુચિ જાગી. “પિતાજી, મારી દષ્ટિએ આપ પિતા છો! મારી માતાની દૃષ્ટિએ આપ પતિ છો! આપની બહેનની દૃષ્ટિએ આપ ભાઈ છો! પ્રજાની દષ્ટિએ આપ રાજા છો! મિત્રોની દૃષ્ટિએ આપ મિત્ર છો! શત્રુઓની દૃષ્ટિએ આપ શત્રુ છો!
મણા
ક૭
For Private And Personal Use Only