________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ કથા લખવામાં શારીરિક અસ્વસ્થતાનાં ઘણાં વિઘ્નો આવ્યાં. લગભગ ૧૫૦ પેજ લખ્યા પછી એક મહિના સુધી એકેય પેજ લખાયું ન હતું અને 'હવે કદાચ આ કથા હું પૂરી નહીં લખી શકું.' એવી શંકા પણ મનમાં જાગી ગઈ હતી... પરંતુ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવંતની કૃપાથી, ગુરુદેવોના અચિંત્ય અનુગ્રહથી, સહવર્તી અંતેવાસી બંને મુનિવરો પદ્મરત્ન અને ભદ્રબાહુની અપાર હૂંફથી, અમારા શય્યાતર સુશ્રાવક અશોકભાઈ કાપડિયાદેવીબેન કાપડિયા પરિવારની સતત સુશ્રૂષાભક્તિ અને કાળજીથી... ડૉક્ટરોની સાવધાનીભરી સેવાથી... અને આવા અનેક પરિબળોના કારણે આ વાર્તા પૂર્ણ થઈ... સારી રીતે લખાઈ ગઈ!
છતાં ઘણી ત્રુટીઓ રહી ગઈ હશે... ક્યાંક પુનરુક્તિ-દોષ પણ દેખાશે... પરંતુ તમે મને દરગુજર કરજો. કારણ કે હું તો મારા મનને જ્ઞાનાનંદમાં રમતું રાખવા જ લખું છું... જેટલું તમને સારું લાગે તેટલું જ ગ્રહણ કરજો... આ પુસ્તકનો એકાદ શબ્દ, એકાદ વાક્ય... કે એકાદ પ્રસંગ પણ તમારા આત્મવિકાસમાં સહાયક બનશે તો મને ઘણો આનંદ થશે. જો કે લખતાં લખતાં મેં ખૂબ જ આંતર પ્રસન્નતા મેળવી જ છે. મારા રુગ્ણ દેહમાં મારું મન સદૈવ પ્રસન્ન રહે, મારો આત્મભાવ નિર્મળ રહે... તે માટે હું ઝઝુમી રહેલો છું. સહુ જીવો શાંતિ પામો... શાંતિ પામો... આ મારી આંતર ભાવના છે.
આ પુસ્તકનાં બધાં જ ફાઈનલ પ્રૂફો, વિદુષી મહાસતી પદ્માબાઈએ ખૂબ જ કાળજી ને આત્મીયભાવે જોઈ આપ્યાં છે... આ પ્રસંગે તેમને કૃતજ્ઞભાવે યાદ કરૂં છું.
જિનાજ્ઞાનું ઉલ્લંઘન ન થાય તેવી કાળજી રાખી છે, છતાં છદ્મસ્થ છું... ક્યાંક ભૂલ થઈ ગઈ હોય તો મિચ્છામિ દુક્કડં...
અમદાવાદ
૭-૧૦-૯૮
ચુતજૂનિ
For Private And Personal Use Only