________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માંડ્યું. કોમલાતિ કોમલ અદૃશ્ય તરંગોમાં મયણાની ચેતના પોતાના વશમાં રહી નહીં.
સંગીતની મૂછ પર ક્ષણભર ઉન્મની તંદ્રામાં સરકી ગઈ. મયણાની આંખો કપભેશ્વરની આંખા સાથે આંખો મળી અને એ લાવણ્યસુંદરી રંગમંડપમાં નૃત્ય કરવા લાગી ગઈ. પ્રતિક્ષણ નૂતન રૂ૫, નૂતન ભંગ અને નૂતન મુદ્રાઓમાં એનું સૌદર્ય તરંગિત થવા લાગ્યું. એની કંચુકીઓના કિોશાવરણોમાં સાત સમુદ્રોની ગહરાઈઓ ઊભરાવા લાગી. એના અંચલોમાં આકાશના અનંત પટલ લહેરાવા લાગ્યા. એના અંગભંગોમાંથી ક્ષણઅનુણ નવા નવા અલંકાર પ્રગટ થવા લાગ્યા,
એના કટાક્ષ ચેતનાની ગહરાઈમાં પ્રવેશી જાય છે. અપૂર્વ અને અનંત છે એનું લાસ્ય! એની નૂપુરઝંકારોમાં જાણે પાંચેય મેરુ ડોલાયમાન થાય છે! ત્યાં અચાનક પ્રાસાદના દ્વાર પર એક સિંહાસન પર બિરાજિત દેવીની મૂર્તિ... નિશ્ચલ મૂર્તિ સહસા જાગ્રત થઈ! પ્રગટ થઈ.
‘આ કેવો આકસ્મિક ભવ્ય આવિર્ભાવ છે! આવું જ કંઈક નહીં કલ્પેલું, નહીં વિચારેલું. કંઈક વિચિત્ર ઘટિત થવાનું હતું કે હવે થશે? આ જ તે સૌંદર્ય છે, જેની ચિરકાળથી મને પ્રતીક્ષા હતી. પળ-પળ નિત નવીન આ સુંદરી કોણ છે? અહો... આ તો માતેશ્વરી! પ્રભુ ઋષભદેવની પરમ ઉપાસિકા! લાગે છે કે સમગ્ર લોકનું સારભૂત લાવાય, આ સુંદરીમાં સમાઈ ગયું છે. જાણે કે આ શરીર રક્ત, માંસ, મજ્જા અને અસ્થિનું નથી લાગતું!”
આટલી પ્રત્યક્ષ દેખાય છે છતાં તે પક્કડની બહાર છે! આટલી સૌંદર્યમૂર્તિ હોવા છતાં જાણે અમૂર્ત છે! પ્રત્યક્ષ હોવા છતાં જાણે પરોક્ષ છે! બહાર હોવા છતાં તે ભીતરમાં છે! તેની પહોંચની બહાર હોવા છતાં એ મારા હૃદય સુધી ચાલી આવી છે! મારી અગાધ ગહરાઈઓમાં ડૂબકી મારીને મારી પાસે આવી છે...
એ સમયે જ્યણાને લાગ્યું કે, ભગવાન ઋષભદેવના અદૃશ્ય બે બાહુ અવકાશમાં લંબાયા... અને પોતાને તેમના બાહુપાશમાં લેવા નજીક આવ્યા... અને અકસ્માતું, એક પલકમાં જ મયણા જમીન પર પડી ગઈ. વાજિંત્રો બંધ થઈ ગયાં. સંગીત, નૃત્ય-તાલ, નૂપુરઝંકાર વાઘધ્વાન... બધું દૂર દૂર જતું વિલીન થઈ ગયું!
માણા
પ૯
For Private And Personal Use Only