________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રજાપાલ અર્ધવિક્ષિપ્ત અવસ્થામાં બૂમાબૂમ કરતા હતા. હાથમાંથી તલવાર છોડતા ન હતા, શરીર પ૨ એકેય વસ્ત્ર રાખતા ન હતા. એમના ખંડનાં દ્વાર બંધ રાખવામાં આવ્યાં હતાં. બહાર મહામાત્ય સોમદેવ ચિંતાગ્રસ્ત ચહેરે બેઠા હતા.
મહારાણી સૌભાગ્યસુંદરીએ આવીને મહામાત્યને શૈવમઠમાં થયેલી વાત કહી સંભળાવી.
મહાદેવી, આપણને પરિણામ ક્યારે જોવા મળશે? કેટલો સમય રાહ જોવાની? મહારાજાને જેમ બને તેમ જલદી સારું થવું જોઈએ...'
આજ રાત સુધી રાહ જોઈએ...' રાણીએ કહ્યું. ભલે.. રાત સુધીમાં સારું થઈ જાય તો ચિંતા ટળે...' રાણી રૂપસુંદરીને પણ આ સમાચાર મળ્યા. તેણે મને કહ્યું : “મયણા! આજની રાત સુધી રાહ જોવાની છે. જોકે મારું મન તો કહે છે કે આ કામ શૈવમઠમાં થવાનું નથી. આ કામ ગુરુદેવશ્રી મુનિચન્દ્ર જ કરી શકશે. તેઓ જ્ઞાની તો છે જ; મહાન માંત્રિક છે, મહાન તાંત્રિક છે. એમની પાસે ઘણી સિદ્ધિઓ છે. પણ તેઓ સાચે જ નિઃસ્પૃહ છે. નિર્લેપ છે એટલે સિદ્ધિઓના પ્રયોગ નથી કરતા. છતાં જિનશાસનની પ્રભાવના માટે જે કંઈ કરવું પડે, તે તેઓ કરે જ એવી મારી શ્રદ્ધા છે.”
મયણ
૪૩
For Private And Personal Use Only