________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વામીએ મહારાણીને આશીર્વાદ આપ્યા : ‘ભદ્ર! તારા આગમનનું પ્રયોજન મને જાણવા મળ્યું છે. મહારાજાને દૈવી ઉપદ્રવથી અર્ધવિક્ષિપ્તતા પ્રાપ્ત થઈ છે અને એ માટે રાજમહેલમાં હિંસક યજ્ઞ ન થાય, એ વાત મને પણ જચી છે...'
ભલે, તો પછી મંત્રશક્તિથી કે બીજા કોઈ ઉપાયથી મહારાજાને સારું થઈ જાય, તેમ કરવું જોઈએ ને?'
હા ભગવતી, એ ઉપાય કરી શકાય. હું પ્રયત્ન કરી જોઉં!” પ્રયત્ન? એટલે સારું ન પણ થાય?'
આ બધી વાતો દેવી છે. દેવી શક્તિઓ સમાન નથી હોતી. જે દેવીએ આ ઉપદ્રવ કર્યો છે, તેની શક્તિ બીજી દેવીની શક્તિથી ઓછી હોય તો ઉપદ્રવ શાંત થઈ શકે.'
પ્રભો! આપ તો સર્વશક્તિસંપન્ન છો...”
દેવી, સર્વશક્તિસંપન્ન તો એક માત્ર ઈશ્વર છે. બીજા બધા તો અપૂર્ણ જ છે. છતાં હું પ્રયત્ન કરું છું.'
સૌભાગ્યસુંદરીને સંતોષ ન થયો. તે ઊભી થઈ. સ્વામીને પ્રણામ કરી તે કુટિરમાંથી બહાર નીકળી. ત્યાં એક મુનિ કુમારે પાસે આવીને કહ્યું : “ભગવતી, આપને અખંડ કાપાલિક યાદ કરે છે.'
સૌભાગ્યસુંદરી મુનિકુમાર સાથે અખંડ કાપાલિક પાસે પહોંચી. રાણીએ પ્રણામ કરીને પૂછ્યું :
દેવ! મને કેમ યાદ કરી?”
જો તમારી ઇચ્છા હોય તો મહારાજાને નિરામય કરવા માટે અમે અહીં આ આશ્રમમાં યજ્ઞ કરીએ! યજ્ઞમાં આવશ્યક સામગ્રીની વ્યવસ્થા મહામંત્રી વિષ્ણુધર કરી શકશે. મહેલમાં કોઈને ખબર નહીં પડે...”
ભંતે, મહેલમાં તો ખબર નહીં પડે, પણ અહીં આશ્રમમાં સ્વામી ગુરુદેવને તો ખબર પડશે ને? તેઓ યજ્ઞ ન થાય, એમ ઇચ્છે છે.”
રાણીની વાત સાંભળીને અખંડ કાપાલિકના મુખ પર નિરાશાનું વાદળ છવાઈ ગયું.
અંતે, આપ ચિંતા ન કરો. સ્વામી એમની રીતે મંત્રપ્રયોગથી મહારાજાને કષ્ટમુક્ત કરશે, એવી મને શ્રદ્ધા છે.' રાણી રથમાં બેસી રાજમહેલમાં આવી ગઈ. રાજમહેલમાં મહારાજા
૪૨
For Private And Personal Use Only