________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસારની દરેક ઉત્કૃષ્ટ વસ્તુથી ઘર સજાવ્યા પછી પણ મન ખાલી રહે છે. જેટલું પામે છે, એટલું જ વધુ પામવાની ઇચ્છા વધી જાય છે. એટલે શ્રીપાલ જેટલું વધારે મેળવશે એટલી જ તમારી આકાંક્ષા, મોહ, માયા અને સાથે સાથે દુઃખ તથા અભાવ વધી જશે. એટલે શ્રીપાલને શું શું મળ્યું તે ન પૂછો. કદાચ એથી તમને દુઃખ થશે!' ‘દુઃખ થશે?” હું આશંકાથી બાવરી બની ગઈ. દેવર્ષિએ કોમળ અવાજે કહ્યું : “મયણા, આપ કોઈ સાધારણ રાજકન્યા નથી. વિશિષ્ટ છો. તમે રાજાઓના અને શ્રેષ્ઠીઓના અંતેપુરોમાં અનેક ઉપપત્નીઓ જોઈ છે અને આ રાજાઓનું ગૌરવ ગણાય છે. એટલે શ્રીપાલ વિદેશયાત્રામાં જો પોતાના પૌરુષના બળે સુંદર રાજકુમારીઓ મેળવે તો એને તમારું ગૌરવ માનવું જોઈએ. શ્રીપાલ ભલે સો પત્નીઓ સ્વીકારે, પણ આપ એમની પ્રથમ પત્ની - પ્રિયતમાં રહેવાનાં જ. બીજી પત્નીઓની વચ્ચે તમારી શ્રેષ્ઠતા
સ્થાપિત કરવાનો મોકો મળશે. તેથી આપ શ્રીપાલને વધુ પ્રિય બની શકશો.’
હું ચૂપ હતી. નિર્વિકાર હતી. શ્રીપાલની હું પ્રથમ પત્ની છું જ, પણ એમની સાથે દામ્પત્યજીવનમાં સુખ, આનંદ, રાગ-દ્વેષ, વિરાગઅનુરાગની અનુભૂતિમાં ભાગીદાર થનાર એમના જીવનની પ્રથમ નારી હું નહીં? તો કોણ હશે એ ભાગ્યવાન રાજકન્યા જેને કારણે શ્રીપાલ પોતાનું બ્રહ્મચર્ય, જપ, તપ, વગેરે બધું ભૂલી ગયા?
નારદ હસીને બોલ્યા : “શ્રીપાલમાં એક અદભુત આકર્ષણશક્તિ છે. જે રાજ્યમાં તેઓ જાય છે એ રાજ્યની રાજકુમારી પોતાને એમની સમક્ષ અર્પિત કરી દે છે. શ્રીપાલ પુરુષ થઈને ના કેમ પાડી શકે?'
હું અવાક થઈ દેવર્ષિને જોઈ રહી. તેમણે હસીને કહ્યું : “વિદેશના તે તે રાજાઓ મહાબળવાન વીરપુરુષો છે. તેઓ પ્રાણનું બલિદાન આપવા સદાય તૈયાર રહે છે. તેથી શ્રીપાલે લગ્ન દ્વારા એ વીરભૂમિ સાથે મિત્રતા સ્થાપિત કરી છે. બીજા અર્થમાં, આવતા યુદ્ધ માટે એમને પત્રિકા આપી આવ્યા છે. આ રાજનૈતિક કારણોથી શ્રીપાલનાં લગ્નો આવકારવા યોગ્ય છે.”
મને આશ્વાસન મળ્યું. રાજનૈતિક કારણોથી જો શ્રીપાલ સો પત્ની સાથે
માણસા
૨૮૫
For Private And Personal Use Only