________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્યા કાર્યો ન કરી શકે. માટે તમે સાસુ-વહુ અહીં જ સાથે રહેજો . શ્રી સિદ્ધચક્રજીની આરાધના કરજો.”
રોતી રોતી કમલપ્રભા બોલી : “પુત્રી શ્રી સિદ્ધચક્રજીના અધિષ્ઠાયક દેવો અને દેવીઓ તારી રક્ષા કરો! તારાં વિઘ્નો દૂર કરો...” કમલપ્રભાએ શ્રીપાલના ભવ્ય લલાટે કેસરનું તિલક કર્યું. ગળામાં પુષ્પહાર પહેરાવ્યો ને કમરે તલવાર બાંધી. વિજયમુહૂર્તે તેઓ પ્રયાણ કરી ગયા...
સમય વિતતો જાય છે. જોકે એ ક્યારે ય પૂરો નથી થતો. શરીરને દુઃખ સહવાની આદત પડી જાય છે, પછી એ ગમે તેટલું અસહ્ય હોય તો પણ! સૂરજ ઊગે છે ને આથમે છે. દિવસ પર દિવસ વીતતા જાય છે... વિચારતી રહેતી. શ્રીપાલ ક્યારે પાછા આવશે?
માતા કમલપ્રભા સાથે હું રાજમહેલના જ ઉદ્યાનમાં એક કુટીરમાં રહેતી હતી. અમે બંને બ્રહ્મચારિણી હતાં. મા અમારા બંને માટે ભોજન બનાવતી. અમે એક વાર જ ભોજન કરતાં. એ પણ સાવ સામાન્ય. દિવસનો મોટો ભાગ પૂજા-અર્ચનામાં અને સિદ્ધચક્રજીની આરાધનામાં પસાર થતો. રોજ પરમાત્માને અમે સાસુ-વહુ પ્રાર્થના કરતી કે “શ્રીપાલ જ્યાં હોય ત્યાં સુખી રહે! તેમનાં દુઃખો દૂર થાઓ!”
દેવર્ષિ નારદ પાસેથી કોઈ કોઈ વાર શ્રીપાલના ખબર મળી જતા. દેવર્ષિ નારદ ઘણા દિવસ પછી આવ્યા હતા. શ્રીપાલના સમાચાર લઈને આવ્યા હતા. મારો સંન્યાસિની જેવો વેશ જોઈને તેઓ હસ્યા. બોલ્યા :
હવે આ ઉદ્યાન-કુટીર છોડીને મહેલમાં પાછાં જાઓ. રાજનંદિની! આ બધાંની હવે શી જરૂર છે?”
મેં આશંકાથી પૂછયું : “દેવર્ષિ, શ્રીપાલ કુશળ તો છે ને?' ‘શ્રીપાલના કુશળતા સિવાય બીજા શા ખબર હોઈ શકે? કુટીરના આંગણામાં બેસીને નારદે કહ્યું : “શ્રીપાલ વીરપુરુષ છે. એ જ્યાં પગ મૂકે છે ત્યાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરે છે! દરેક દેશમાં એમને વિવિધ પ્રકારના દુર્લભ ઉપહાર મળે છે, સન્માન મળે છે.”
નારદ હસીને બોલ્યા - “મયણા! માણસની કામના અવિનાશી છે.
૨૮૪
For Private And Personal Use Only