________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારી વાત. માણસની વાત. માણસની વાસનાની વાત...! મન થતું હતું કે શ્રીપાલની છાતી પર માથું મૂકીને ખૂબ આંસુ વહાવી દઉં. પૂરા વિશ્વાસથી કહું - “સ્વામી! તમારા વિના ઉજ્જયિનમાં આ દેહ ધારણ કરીને કેવી રીતે જીવી શકીશ?' - હું ચૂપચાપ એમને જોતી જોતી શંનું શું વિચારતી રહી... એ શા માટે વિદેશ-પરદેશ જવાની હઠ લઈને બેઠા છે? મારા માટે આથી મોટી બીજી કઈ સજા હોઈ શકે? | વિદાયના હાવભાવથી એમણે કહ્યું : “હવે રજા આપો, મયણા! જીવતા રહીશું તો પાછાં મળીશું. વન-જંગલમાં એક વાર પગ મૂક્યા પછી ક્યાં શી આપત્તિ આવે, કોણ જાણે?'
આશંકા, ઉદ્વેગ અને ચિંતાથી મારું મોઢું સુકાઈ ગયું. મનમાં થતું હતું કે શ્રીપાલનાં ચરણોમાં નમી પડીને કહ્યું - “મને ઠોકર મારીને પરદેશ જાઓ... ઉદ્વેગ અને આશંકામાં થોડું થોડું મરવા કરતાં આપનાં ચરણોમાં મૃત્યુ કલ્યાણકારી થશે.'
પણ મને લાગ્યું કે મારો ઝાંખો ચહેરો જોઈને તેઓ મનમાં દુઃખી થશે. મેં મારા મનને કઠોર બનાવીને કહ્યું : ચંપાના અને ઉજ્જયિનીના શ્રેષ્ઠ વીર શ્રીપાલ અરણ્યમાં અણધારી આપત્તિની વાત કરે છે? પહેલી વાર સાંભળું છું. મને તો વિશ્વાસ છે કે વીર-શ્રેષ્ઠ શ્રીપાલ કોઈ પણ આપત્તિમાંથી મુક્ત થવા સમર્થ છે. પૃથ્વીની કોઈ શક્તિ એમને પરાજિત નહીં કરી શકે. શ્રી સિદ્ધચક્રજી આપને ક્ષેમકુશળ પાછા લાવશે. બસ, શ્રી સિદ્ધચક્રજી આપની પાસે છે, એટલું જ યાદ રાખજો.”
શ્રીપાલ કોમળ અવાજે બોલ્યા : “મયણા! તમે તમારું કર્તવ્ય પૂરું કર્યું છે. તમે માતાની સાથે રહેજો. તમને મારો અભાવ નહીં ખટકે. ગુરુદેવનું સાંનિધ્ય છે, પરમાત્મા ઋષભદેવની છત્રછાયા છે... દિવસો સુખચેનમાં પસાર થઈ જશે. હું પરદેશમાં ક્યાંય પણ રહું, શ્રી સિદ્ધચક્રજી તમારી પાસે રહેશે. તમને ચેન મળશે, મને પણ ચેન મળશે.'
હું ચૂપ. બીજું શું કહું? હું મૂંગી થઈ ગઈ. ઘણું બધું કહ્યા વગર રહી ગયું. શ્રીપાલે મારો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું : “તમે
૨૮૨
મયણાય
For Private And Personal Use Only