________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
લલિતાની દરેક વાતમાં રસિકતા હોવા છતાં મારા દુ:ખ અને સંતાપની સીમા ન હતી. વિચાર કરતી હતી કે શ્રીપાલે આવું કામ ખરેખર શા માટે કર્યું? હું શ્રીપાલના પગ પાસે બેઠી હતી. માથા પાસે મા કમલપ્રભા બેઠાં હતાં. શ્રીપાલ ભાનમાં આવી રહ્યા હતા. આંખ ખૂલતાં જ મારા પર એમની નજર પડી. મારી આંખો ભરાઈ આવી. મા બેઠાં હતાં એટલે મેં મારી જાતને એકદમ સંભાળી લીધી. શ્રીપાલે એક વાર આંખો ખોલીને પાછી મીંચી દીધી, બીજી જ ક્ષણે મા સામે જોઈને હસ્યા અને બોલ્યા : નાની અમસ્તી વાતમાં તમે સૌ ગભરાઈ જાઓ છો? લોહી વહી જાય એ મારા માટે કોઈ નવી વાત નથી.' કમલપ્રભાએ કોઈ જવાબ ન આપ્યો. માત્ર એમના વાળ પર હાથ ફેરવતાં રહ્યાં. એમની આંખમાં આંસુ આવ્યાં. શ્રીપાલ માટે હળવું ભોજન કરવા એ ઊઠ્યાં. મને કહેતાં ગયાં કે શ્રીપાલના પગનાં તળિયાં ધીરે ધીરે પંપાળતી રહેજે.' હું પણ એ જ ઇચ્છતી હતી. ધીરેથી, હૃદયની બધી આર્દ્રતા સાથે નીલકમલની જેમ એમના પગને પંપાળવા માંડી. ત્યાં લલિતા બોલી ‘રાજકુમાર, મારા અહીં રહેવાથી તમારા આરામમાં મુશ્કેલી તો
નથી પડતી ને?'
શ્રીપાલના મુખ પર હાસ્ય ફરી વળ્યું. ત્યાં લલિતાએ પોતાની વાચાળતા આગળ ચલાવી ‘મયણાની સેવા અને સાહચર્યના લોભથી તો ઘોડાની પીઠ પરથી પડીને આ હાલત નથી કરી ને?'
હું લજ્જા અને દુ:ખથી બેવડ વળી ગઈ. શ્રીપાલ ગંભીર થઈ ગયા. તેઓ બોલ્યા : ‘લલિતા, કોઈ પણ યુદ્ધના કારણે પૃથ્વી ૫૨ લોહી વહેતાં આવ્યાં છે. દાનવત્વ નષ્ટ કરવા માટે થોડું લોહી વહેવડાવવું પડે છે!’
-
મણા
-
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘શું કહો છો? દાનવ કોણ? યુદ્ધ શાનું?' લલિતા ચોંકી ઊઠી. શ્રીપાલ સ્થિર નજરે લલિતા સામે જોઈ રહ્યા. ‘માણસની કામના ને વાસના જ દુષ્ટ દાનવ છે અને વિવેક વચ્ચે સંઘર્ષ થાય છે! કામનારૂપ દાનવ બળવાન થઈ જાય છે, ત્યારે માથા પર લોહી ચઢી જાય છે! વાસના ગળી જાય છે વિવેકને. બસ, માથા પરથી લોહી વહી જાય એટલે દાનવ હારી જાય છે!'
કોની વાત કરો છો?' લલિતાને કંઈ સમજાયું નહીં.
For Private And Personal Use Only
૨૮૧