________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હશે! જુઓ, આ તમારી કાયમની ખેંચાખેંચીનું પરિણામ!' એવી શંકર સાથે મીઠી તકરાર કરી હશે! અને લડવામાં સવાર પડી ગઈ હશે! પાછા જવાની ઉતાવળમાં હાથ લાગ્યા એટલાં મોતી જેમતેમ ભેગાં કરી પહોર થાય એ પહેલાં પતિના હાથમાં હાથ પરોવી તેઓ કૈલાસ પર્વત પર જવા નીકળી ગયાં હશે! બાકી રહેલાં આ મોતી અત્યારે ચળકી રહ્યાં છે. સવારના પહોરમાં આ ઝાકળબિંદુ શંકર-પાર્વતીના રહસ્યને સોનેરી કિરણ સમક્ષ હસતાં હસતાં ખુલ્લું કરી રહ્યાં છે!”
હું મારી કલ્પના પર ખુશ થઈ મુનિરાજ સામે જોવા લાગ્યો. મુનિ મંદ મંદ હસતા હતા.
નદીએથી હું મહેલમાં આવ્યો. મહેલમાં દાખલ થતાં જ મને એક અગત્યના સમાચાર મળ્યા. રાજા પુણ્યપાલે સંધ્યા સમયે મહેલના વિશાળ પ્રાંગણમાં એક સમારોહ આયોજિત કર્યો હતો.
સામતરાજા પુણ્યપાલના રાજમહેલે નગારાં વાગ્યાં. રાજમહેલના શિખર પર રેશમી રાષ્ટ્રધ્વજ ગર્વથી ફરકતો હતો. અમારું એટલે કે મારું અને મયણાનું સ્વાગત કરવાનો કોઈ કાર્યક્રમ ઘડાયો હતો.
સભાગૃહના મધ્યભાગમાં પૂર્વાભિમુખ નવ-દસ હાથ ઊંચું ભવ્ય રાજસિંહાસન મસ્ત હાથીની જેમ શોભતું હતું. એ પ્રાચીન હતું. ભવ્ય હતું. સંપૂર્ણ સુવર્ણથી મઢાયેલું હતું. સિંહાસનની બે બાજુ મહારાણી, રાજગુરુ, સેનાપતિ, પુરોહિત, અમાત્યોનાં આસન હતાં. રાજસિંહાસનની સામેનાં આસનો પર આમંત્રિત રાજાઓ અને નગરના યોદ્ધાઓ બેઠા હતા. મંડપ ખીચોખીચ ભરાઈ ગયો હતો.
મુખ્ય સિંહાસન પર મને અને શ્રીપાલને બેસાડવામાં આવ્યાં. સામતરાજા પુણ્યપાલે ઊભા થઈ મને સુવર્ણજડિત મુગટ પહેરાવ્યો. એક રૂપેરી મૂકવાળી તલવાર અને જરિયાન વસ્ત્રો આપ્યાં અને તે પછી તેમણે જ મારો પૂર્વપરિચય આપી લોકોને આશ્ચર્યચકિત કરી મૂક્યા :
ચંપાનરેશ મહારાજા શ્રીપાલનો જય હો!' નો ગગનભેદી સ્વર આકાશમાં ઊંચે ચઢઢ્યો. રાણી વિશાલાએ મયણાના શણગાર સજ્યા હતા. મયણાને સુગંધી પુષ્પોનો શણગાર સજાવ્યો હતો. મસ્તક પર કમળની અર્ધનિદ્રિત કળીઓનો મુગટ પહેરાવ્યો હતો. પીઠ પર લટકતા છૂટા કેશ
૨૬૩
મય
For Private And Personal Use Only