________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેં સિદ્ધેશ્વર મુનિને એક પ્રશ્ન પૂછ્યું :
મુનિરાજ! અનાસક્તભાવે એક પ્રશ્ન પૂછું છું. આપના ગુરુદેવે આપને કોઈ દિવ્ય અનુભવ કરાવ્યો છે ખરો?'
‘શ્રીપાલ! મને સાક્ષાત્ અનુભવ છે દિવ્ય તત્ત્વોનો! પણ મેં એ કોઈને જણાવ્યો નથી. આજ સુધી મને કોઈ યોગ્ય વ્યક્તિ મળી નથી, પણ આજે હું તને જણાવીશ.”
કોઈ મહત્ત્વપૂર્ણ અને ગુપ્ત વાત કહેવાની હોય એમ ધીમા અવાજે મુનિવરે મને કહ્યું : “તેઓએ મને શ્રી સિદ્ધચક્રજીના અધિષ્ઠાયક વિમલેશ્વર યક્ષનું આહ્વાન કરી, તેમને પ્રત્યક્ષ બોલાવવાનો મંત્ર આપ્યો છે.'
ઓહો! ગુરુ શિષ્ય માટે શું નથી કરતા! ધન્ય છે તમને ગુરુ-શિષ્યને!' ‘શ્રીપાલ, તને પણ હું એ આહ્વાન-વિદ્યા અવશ્ય શીખવીશ.” આપનો પરમ ઉપકાર થશે, ગુરુદેવ!'
એટલામાં પૂર્વ દિશામાં પ્રકાશ પથરાઈ ગયો. અંધકારનું પેટ ચીરીને સૂર્યદેવ ઉપર આવ્યા. સોનેરી કિરણોએ સામ્રાજ્ય પાથર્યું. સૂર્યકિરણને જોઉં ત્યારે મને એના નિરાકાર સ્વરૂપ વિશે હમેશાં ખેદ થતો. એ જો સાકાર હોત તો મેં એને મારામાં સમાવી લીધાં હોત. એને સુગંધ હોત તો મેં એને મન ભરીને માણી હોત! એ કિરણોને વાચા હોત તો મેં એની સાથે કલાકો સુધી ગપ્પાં માર્યા હોત! તો પણ હું ધરાત નહીં. | સિદ્ધેશ્વર મુનિ બોલ્યા : “શ્રીપાલ, મેં તને થોડી વાર પહેલાં કહ્યું હતું ને કે જીવન અનંત છે. મને આ નદીકિનારે એની તીવ્ર અનુભૂતિ થઈ રહી
સોનેરી કિરણોથી ચમકતા શ્રીપાલના મુખ પર જોઈને મુનિવરે પૂછ્યું: સોનેરી કિરણોની પ્રભાથી તારી તેજસ્વી કાળી આંખો અનેરા તેજથી ચમકી રહી છે!'
આમ જો, સામે કિનારે હરિયાળાં ઘાસ પર ઝાકળબિંદુ કેવાં ચમકી રહ્યાં છે?' મુનિરાજે આંગળીથી સંકેત કર્યો.
હા”, જવાબ આપ્યો, “કાલે રાત્રે અહીં શંકર-પાર્વતી આવ્યાં હશે! તેઓ સંતાકુકડી રમ્યાં હશે અને રમતાં રમતાં પાર્વતીના ગળાંમાંની મોતીની માળા તૂટી ગઈ હશે! રમ્યા પછી બહુ વારે પાર્વતીનું એના પર ધ્યાન ગયું
માણા
૨૬૫
For Private And Personal Use Only