________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નહિ
89 .
મણા!
આર્જ એમનો કેવો અપૂર્વ વેશ હતો! દીર્ઘ સુપુષ્ટ શરીર, સૌમ્ય કાંતિ, ઉજ્જવલ નેત્ર, ચંદનચર્ચિત મુખશોભા, ગળામાં શુભ્ર પુષ્પહાર, વાંકડિયા ગાઢા વાળમાં મેઘાભિષેકની છવિ, આંખોમાં નીલ સમુદ્ર-સ્વપ્નની સ્થિર તરંગમયતા.
એક જ વાર જોયું. લજ્જાથી આંખો નમી ગઈ. મન થતું હતું કે અનંત કાળ સુધી આ મનોહર રૂપ નિહાળતી રહું, પણ લજ્જા અસહનશીલ હોય છે! શ્રીપાલ ખૂબ કોમળતાપૂર્વક આસન છોડીને મારી તરફ આવી રહ્યા હતા. કંપિત હૃદયે હું સ્થિર રહી. મનમાં થયું... “આ પરમ કામ્ય પુરુષનાં ચરણોમાં મારું સર્વસ્વ અર્પી દઉ!” સાક્ષાત્ કામદેવ! સુંદર કામ્ય પુરુષ! મારી દૃષ્ટિ મારા હૃદય ઉપર સ્થિર હતી. ક્ષણભર હું ચોંકી ઊઠી. મારા હૃદય પર આ ચંદનચર્ચિત મુખશોભા કોની? એ તો દૂર હતા. મારા હૃદય પર કેમ જોઉં છું? આ લલિતા કેટલી દુષ્ટ છે! મારા કંઠના રત્નાહારના પદકમાં ઉજ્વલ મોતીનું નાનકડું દર્પણ જડી દીધું હતું. એ જ દર્પણમાં ઝલકી રહી હતી શ્રીપાલની છવિ! એ મંદ હાસ્ય કરે છે, હું લજ્જામાં વધુ ડૂબી જાઉં છું... દર્પણમાંથી નજર ખસેડી લીધી. હાથપગ પર નજર કરી, પણ ત્યાં યે એ જ દશા. ત્યાં દરેક પાંખડી પર જડેલા રત્નખંડમાં શ્રીપાલની છવિ ઝલકી રહી હતી. મારી રત્નચૂડીમાં, વીંટીમાં અને કર્ણફૂલમાં, માથા પરની કેતકીમાં, નાકની રત્નનથનીમાં શ્રીપાલનું મણિમય રૂપ શોભી રહ્યું હતું. મારા અંગઅંગમાં શ્રીપાલની છવિ ચિત્રિત હતી.
૦ ૦ ૦ શ્રીપાલ! નિશિગંધાનાં નાનાં નાનાં શ્વેત અને સુગંધિત ફૂલોમાં શોભતી મયણા કાળા સીસમના પલંગ પર સલજ્જ બેઠી હતી. હું શયનગૃહમાં દાખલ થયો
મયા
૨૬૧
For Private And Personal Use Only