________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભદ્ર! અદ્ભુત ઘટના કહી! ખરેખર અદૂભુત!' રાણી કમલપ્રભા બોલી ઊઠી. તેની આંખો વિકસ્વર થઈ ગઈ હતી. તેની રોમરાજી હર્ષથી ઉફુલ્લચ થઈ ગઈ હતી. “ભ, શું પુનઃ એ રાજ કુમાર પુરંદર તારી પાસે આવ્યો હતો?'
ના, ફરીથી એ ક્યારેય ન આવ્યો, પણ તે પછી હું અવારનવાર મારી માતા સાથે ભગવાન ઋષભદેવની અપ્રતિમ સૌંદર્યવાળી પ્રતિમા સમક્ષ ગીત-નૃત્ય કરતી રહી. એમાં હું સાનભાન ભૂલી પરમાત્મામાં તદાકાર થઈ જતી! પરમાત્માની અપાર્થિવ દુનિયામાં પહોંચી જતી!
કમલપ્રભાની સાથે શ્રીપાલ પણ મારી વાતો સાંભળીને ક્યારેક આશ્ચર્યથી... ક્યારેક હર્ષાતિરેકથી.. ક્યારેક અહોભાવથી ગદ્ગદ્ થઈ જતા હતા. હું એમની સામે જોઈ લેતી અને મારી વાત આગળ કહે જતી હતી.
માતાજી! મારા જીવનના ઘડતરમાં પહેલું સ્થાન મારી માતાનું છે. મારી માતાએ મને સુસંસ્કારોનું અમૃતપાન કરાવેલું છે. તે ખરેખર મહાસતી અને પરમ શ્રાવિકા છે. તેની મતિ સૂક્ષ્મ છે અને ધર્મતત્ત્વનું એને સારું જ્ઞાન છે. એણે જ મારા ધાર્મિક અને આધ્યાત્મિક વિકાસ માટે પ્રબુદ્ધ જ્ઞાની સુબુદ્ધિને નિયુક્ત કર્યા હતા.'
પંડિત સુબુદ્ધિ ખરેખર શાંત-દાંત અને ધીરગંભીર શ્રાવક છે. જિનમતના પ્રખર જ્ઞાતા છે. તેમના અગાધ જ્ઞાનના માનસરોવરમાં ક્રીડા કરવાનો મેં ઘણો આનંદ માણ્યો છે અને તેમણે જ મને ગુરુદેવશ્રી આચાર્ય મુનિચંદ્ર જેવા મહર્ષિનો પરિચય કરાવ્યો હતો. હે માતા! એ ગુરુદેવે જ મને અને તમારા આ પુત્રને ઘોર દુ:ખના દાવાનળમાંથી ઉગારી લેવાની કૃપા કરી હતી. એમના નિઃસીમ ઉપકારનો બદલો ક્યારેય વાળી શકાય એમ નથી. હે માતેશ્વરી! એ પ્રચંડ દુઃખનાં વાદળ કેવાં ઘેરાયાં હતાં, એ વાત તો પછી કહીશ, એ પહેલાં ગુરુદેવ પાસે હું કેવી રીતે ગઈ, તેમણે મને શો ઉપદેશ
માણા
૧૭
For Private And Personal Use Only