________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુદર્શનથી એમના મુખ પર પ્રસન્નતા પ્રગટી હતી. અમે પ્રભુની સ્તવના કરી, જિનાલયમાંથી બહાર નીકળી પૌષધશાળામાં વિધિપૂર્વક પ્રવેશ કર્યો.
ગુરુદેવ પદ્માસનમાં ધ્યાનલીન હતા. એમના તેજસ્વી મુખમંડલ પર અપૂર્વ શાંતિનું આભા-વલય પ્રસારિત હતું. અમે નવ હાથ દૂર ઊભાં રહી ધીમા સ્વરે “નત્થણાવં” બોલ્યાં. તેમણે દૃષ્ટિ ખોલી. અમારી સામે જોયું. મારા હૃદયમાં તો જન્મ-જન્માંતરમાં સંચિત કોઈ અપૂર્વ પ્રીતિનું પૂર ઊભરાયું... અને મારી આંખોમાંથી અવિરત અશ્રુધારા વહેવા લાગી. જાણે કે મારી અનાથ બની ગયેલી ચેતનાને આધાર-આશ્રય મળી ગયો! અમે બંને ગુરુદેવની નિકટ ગયાં. અમે બંને એમનાં ચરણોમાં પડીને રુદન કરવા લાગ્યાં... મારા મુખેથી એક કાવ્ય સરી પડ્યું -
જ્યાં દૃષ્ટિ પડી ત્યાં દાણ દવ
ને કાન પડ્યો કોલાહલ, અફસોસ મુનીશ્વર, કહું શું તમને
એક સપનું મુજ રોળાઈ ગયું... રે જિંદગીભર ભ્રમણામાં ભટકી
ને એક ઘડી એવી ઊગી કે કંચન છે કે કથીર
એ સ્પષ્ટપણે જોવાઈ ગયું... મેં ટીપું ટીપું સંચીને
માંડ ભરી પીયૂષની ગાગર, ત્યાં એક ધડાકો ને પળમાં
પીયૂષ બધું ઢોળાઈ ગયું.. દીસતાં' તો ઉદ્યાન અંધારે
તે રણ નીકળ્યાં અજવાસ થતાં હું કોને કહું? હસવા મથતા
આ હૈયાથી રોવાઈ ગયું.. મયણા! આયુષ્યમતી! તું આવી ગઈ? હું તમારા બંનેની જ પ્રતીક્ષા કરી રહ્યો હતો.
તારા આ પતિના કુષ્ઠરોગનું નિવારણ કરવા, સર્વજ્ઞભાષિત ગ્રંથોમાંથી એક વિશિષ્ટ યંત્ર શોધ્યું છે. એ યંત્રની વિધિપૂર્વક આરાધના કરવાથી
૧૫૪
અપણા
For Private And Personal Use Only