________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ના ૧૮ હજી
આજે સુવ્રત-ઉદ્યાનમાં ભગવાન ઋષભદેવનો પ્રાસાદ હજારોની સંખ્યામાં સર્વસાધારણ સ્ત્રી-પુરુષ અને બાળકોથી ખીચોખીચ ભરાયેલો છે અને એમાં એવી ઉત્સુક નિસ્તબ્ધતા છે કે જો સોય પડે તો પણ સંભળાય. મંદિરના સભામંડપમાં એક ઊંચા આસન પર તેજોમાન દેવી મયણા પોતાના પતિ ઉબરાણા સાથે બેઠી છે. બાલસૂર્યની લાલ કાન્તિના મંડલની પવિત્ર રોશની મયણાની કાયા પર પથરાયેલી છે. મયણા મૃગશાવક જેવી નિર્દોષ છે અને મૃગેન્દ્ર જેવી પ્રચંડ-પ્રતાપી છે.
ભારતના, વિશેષ કરીને માલવદેશના ચુનંદા પંડિતો ત્યાં બિરાજમાન છે. હજારો આંખો, વિદ્યુતપ્રભા સમાન મયણા ઉપર લાગેલી છે અને ત્યાં અચાનક ગંભીર શંખનાદ સુણાઈ સાંભળાયો.
કેવલ્યની વિશુદ્ધ સૌંદર્યપ્રભાથી જેમનો દેહ દેદીપ્યમાન છે; કરોડો સૂર્ય જેમનામાં એકસાથે ઉદ્યોદિત છે; નારકોની અકથ્ય વેદનાઓ; સંઘર્ષ અને વેદનાઓ જેમને હસ્તામલકવતું નિરંતર સંવેદિત છે, ત્રિલોક અને ત્રિકાલના અનંત પરિણમન જેમની આત્મપ્રભામાં અનુસમયતરંગિત છે - એ પૂર્ણકામ અને પૂર્ણસુંદર અહિત્ ઋષભદેવના ચરણોમાં મયણાએ મન-વચન-કાયાથી પ્રણામ કર્યા.
તેણે કહ્યું : મારી સ્તવના પ્રતિપલ નવ-નૂતન હોય છે. વસ્તસૌંદર્ય પ્રતિક્ષણ પરિણમનશીલ હોય છે. એમાં પળેપળે નવા-નવા ભાવ અને નવાં નવાં રૂપે પ્રગટ થાય છે. ભગવાન ઋષભદેવ અનંત સુંદર છે. અગાધ અને અસીમ છે એમનું રૂપ અને લાવ! કેટલાક લોકોમાં જ એ વર્ણન પૂરું થઈ જતું નથી.
એ ત્રિભુવનમોહિની મા છે! પ્રતિક્ષણ મારી આંખો સામે નિત નવી બનીને પ્રગટ થાય છે. હમણાં જ અહીં, આ પળે સત્તાના અનંત સમુદ્રમાંથી અંગડાઈ લેતી, એક અપૂર્વ લાવણ્યપ્રભા સાથે એ પ્રતિમા પ્રગટ થાય છે!
૧૨૨
અપણા
For Private And Personal Use Only