________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જિનવરનું ધર ધ્યાન હૃદયમાં સુખ આવે પૂરપાટ
મનવા! કરીશ નહીં કકળાટ... પકડી લેજે વાટ...
લલિતાના મનનું તો સમાધાન થયું, પરંતુ નગરમાં ચોરે ને ચૌટે જિનધર્મની નિંદા થઈ રહી છે. સાથે સાથે દેવી, તમારી પણ નિંદા થઈ રહી છે. તમારે તમારા પિતાજીની વાત સ્વીકારી લઈને 'પિતૃવો મવની સંસ્કૃતિ જાળવવી જોઈતી હતી. એક રાજ કુમારી જો પિતાના આદેશને અવગણે તો એની અસર સામાન્ય પ્રજાજનો પર પડે જ. છતાં ડાહ્યા માણસો આપની સિદ્ધાંતનિષ્ઠાની પ્રશંસા કરે છે. એક સિદ્ધાંત ખાતર તમે જે સુખ-ભોગનો ત્યાગ કર્યો છે, એની પ્રશંસા પણ નગરમાં ઠેર ઠેર થઈ રહી છે. આપની માતા દેવી રૂપસુંદરી અને આપના અધ્યાપક સુબુદ્ધિ આપના સિદ્ધાંતને સારી રીતે સમજાવી રહ્યાં છે.
મયણા
૧૨૧
For Private And Personal Use Only