________________
વિકાસ, અહંકારના ભવન માટે એક એક ઇંટ સમાન ?
કાલ કરતાં
આજે સ્વાધ્યાયના ક્ષેત્રે મારી પ્રગતિ વિશેષ નોંધપાત્ર રહી. તપના ક્ષેત્રે સંયમજીવનના શરૂઆતના દિવસો કરતાં હું આજે ખૂબ આગળ
નીકળી ગયો છું. મારી વિદ્યામાં રોજરોજ
વિશેષ પ્રગતિ થઈ રહી છે પણ સબૂર ! આ વિકાસ અહંકારના ભવન માટે એક એક ઇંટરૂપ પુરવાર ન થાય એની ખાસ તકેદારી આપણે રાખવાની છે. અન્યથા બને એવું કે વિકાસથી અહંકાર પુષ્ટ કરતા રહીને આપણે ખુદ એ
અહંકારના ભવનમાં કેદ થઈ
જઈએ.
અસ્થિવિસર્જન બરાબર સ્મૃતિ વિસર્જનનું શું ?
સંસારના ક્ષેત્રમાં એવું સાંભળવા આપણને મળે છે કે શબના અગ્નિસંસ્કાર થઈ ગયા બાદ નદીમાં એનાં અસ્થિનું વિસર્જન કરી દેવામાં આવે છે. અસ્થિ વિસર્જન થતાંની સાથે જ તત્સંબંધી શોક વગેરેમાંથી એનાંસ્વજનો મુક્ત થઈ જાય છે.
મારે વાત એ કરવી છે કે સંયમજીવનની પ્રત્યેક પળને આપણે જો તાજગીસભર, વિશુદ્ધિસભર અને પ્રસન્નતાસભર રાખવા માગીએ છીએ તો આપણે સ્મૃતિ વિસર્જન કરતા રહેવાની બાબતમાં હંમેશાં અગ્રેસર રહેવાની જરૂર છે.
સ્મૃતિ વિસર્જન એટલે ? ભૂતકાળમાં બની ગયેલા કોઈ પણ નબળા પ્રસંગનો મનમાં સંગ્રહ જ નહીં. યાદ રાખજો, અસ્થિવિસર્જન નથી પણ થતું તો ય સંસારી માણસનું જીવન વ્યવસ્થિત ચાલતું રહે છે પણ સ્મૃતિ વિસર્જન જો નથી થતું તો સંયમીનું સંયમજીવન તો રવાડે ચડી જાય છે. સાવધાન!
50