________________
ગુરુદેવના આનંદને આપણે સમજીએ
પ્રભુની
આજ્ઞાઓને આપણે
જીવનના અંત સુધી ય સમજી શકશું ખરા ? ટૂંકું આયુષ્ય, મંદ ક્ષયોપશમ, નબળું શરીર અને નિઃસવ મન. આ નબળાં પરિબળોના સહારે આપણે પ્રભુથી થોડીક પણ આજ્ઞાઓ જો સમજી શક્યા તો ભયો ભયો ! કદાચ એમ કહું કે ચૌદ પૂર્વધરો પણ પ્રભુની બધી જ આજ્ઞાઓને સમજી શકતા નથી તો એમાં ય કોઈ અતિશયોક્તિ નથી.
પણ, જો આપણે ગુરુદેવના આનંદને સમજવા માગીએ
છીએ તો એમાં આપણને કોઈ જ તકલીફ પડે તેમ
નથી. પ્રભુની આજ્ઞાઓને સમજવા પ્રયાસ
જરૂર કરીએ પણ ગુરુદેવના આનંદને તો
૫૫
આજ્ઞા મુજબ જીવવું છે ? કે આનંદ મુજબ ?
પ્રભુની આજ્ઞા મુજબનું જીવન બનાવવાના પ્રયાસો આપણે પછી કરશું, પહેલાં ગુરુદેવના આનંદ મુજબનું જીવન બનાવવા તો પ્રયત્નશીલ બનીએ !
યાદ રાખજો. મન બદમાશ છે. ગુરુદેવના આનંદને સમજી શકવા છતાં એ આનંદ મુજબ જીવન જીવવા એ તૈયાર થશે નહીં અને પ્રભુની આજ્ઞાઓને ન સમજી શકવા છતાં એ આજ્ઞાઓ મુજબ જીવન જીવવાનો જ એ આગ્રહ કર્યા કરશે!
કારણ?
આનંદ મુજબ જીવન જીવવા જવામાં સ્વચ્છંદવૃદ્ધિનું બલિદાન આપવું પડે છે જ્યારે આજ્ઞા મુજબ જ જીવન જીવવાના આગ્રહી બન્યા રહેવામાં અહં પુષ્ટ કરી શકાય છે. મનની આ બદમાશીને તોડવી છે ? આવો, ગુરુદેવના આનંદને જીવનનું લક્ષ્ય બનાવી દઈએ. આજ્ઞાનું પાલન જીવનમાં આવીને જ રહેશે ! દેવ અને ગુરુ બંને સચવાઈ જશે.
૫