________________
આંગી, ‘જબ' છોડી દેવાના તારા નિર્ણયના સમચાર વાંચી મને ખૂબ આનંદ થયો છે. બાકી, એક વાતનો હું તને ખુલાસો કરી દઉં કે ‘જબ' કરનારી દરેક યુવતી ભાવિમાં સુશીલ પત્ની કે વાત્સલ્યમયી માતા નથી જ બની શકતી કે નથી જ બની શકવાની એવું મારું કહેવું નથી પણ એટલું જ કહેવું છે કે ‘જબ'નું ચક્કર એવું છે કે એ આદતરૂપ બની જાય એવી પૂરી શક્યતા છે. ઘરની બહાર જ રહેવું, શારીરિક શ્રમથી બચતા જ રહેવું, ઘરની જવાબદારીઓ પ્રત્યે બે-ધ્યાન જ રહેવું, બની-ઠનીને જ બહાર નીકળતા રહેવું, છૂટથી પૈસા ખર્ચતા રહેવું, મિત્રવર્ગ બહોળો બનાવતા જ રહેવું. આ વૃત્તિ-પ્રવૃત્તિ આદતરૂપ બની ગયા પછી એનાથી છુટકારો મેળવતાં નવ-નેજાં પાણી ઊતરી જાય એવી શક્યતા જરાય ઓછી નથી. હું તો તને જ કહું છું. તું ‘જબ છોડી રહી છે ને? એ છોડતા પહેલાં સમયનું આયોજન [Planing] ખાસ કરી લેજે. કારણ કે સમય બચાવવાની કળા આત્મસાત્ કરતા પહેલાં સમયને વાપરવાનું આયોજન જેની પાસે નથી હોતું એ વ્યક્તિ બચેલો સમય શેતાનના ચરણે ધરી દે એ સંભાવના પૂરેપૂરી છે.
મને ખ્યાલ નથી પણ ‘જૉબ' માં ઓછામાં ઓછા તારા દસેક કલાકે તો જતા જ હશે ને? જૉબ” છોડી દીધા પછી એ બધો જ સમય તારી પાસે બચવાનો છે. તારે એના સમાયોજન અંગે અત્યારથી જ વિચારી લેવું પડશે. બાકી, મારા તને અંતરના આશીર્વાદ છે કે જે મંગળ ઉદ્દેશ્ય સાથે તું તારી જીવનવ્યવસ્થા બદલવા તૈયાર થઈ ગઈ છે એ ઉદ્દેશ્યને આંબવામાં પ્રભુની કૃપાથી તને સફળતા મળીને જ રહે. સાચું કહું તો મને કલ્પના નહોતી કે વિષયવાસના અને અર્થલાલસાને કેન્દ્રમાં રાખીને જય સાથે શરૂ થયેલ આ પત્રવ્યવહાર આટલો બધો લાંબો ચાલશે અને એના ફળસ્વરૂપે જય ખર્ચા ઘટાડી દેવાની દિશામાં આગળ વધવાનો નિર્ણય કરી બેસશે અને તું જૉબ છોડી દેવાનો નિર્ણય કરી બેસીશ. પણ તમે બંને ભાઈ-બહેન જ્યારે આ નિર્ણય કરી જ ચૂક્યા છો ત્યારે તમને બંનને મારી ખાસ સલાહ છે કે વૃક્ષની જે ડાળીને મૂળમાંથી રસ મળતો બંધ થઈ જાય છે એ ડાળી સૂકાઈ જઈને ખરી પડે છે. એ વાસ્તવિકતાને આંખ સામે રાખીને આપણાં સહુના જીવન વૃક્ષના મૂળમાં રહેલા પ્રભુથી છૂટા પડી જવાની ભૂલ ક્યારેય ન થઈ જાય એની ખાસ તકેદારી રાખજો. કારણ? જગત કહે છે, સુખ મેળવી લો. જીવનમાં શાંતિ અનુભવાશે. પ્રભુ કહે છે, મનની શાંતિ અનુવતા રહો, જીવનમાં પછી સુખ જ સુખ છે. ટૂંકમાં સુખ-શાંતિ નહીં પણ શાંતિ-સુખ ! જીવન સફળ છે, સાર્થક છે અને સરસ છે !
૯૩