________________
મહારાજ સાહેબ,
હું આંગી.
જયની નાની બહેન.
જ્યારથી જયનો આપની સાથે પત્રવ્યવહાર શરૂ થયો છે,
સંપૂર્ણ વ્યવહાર મને જય તરફથી વાંચવા મળ્યો છે.
વિષયવાસના કરતાં
અર્થલાલસા કેટલી બધી વધુ ભયંકર છે
એની આપે કરેલ તર્કબદ્ધ રજૂઆતો મેં પૂરી ગંભીરતાથી વાંચી છે. વિષયવાસનાના ક્ષેત્રના આપે જણાવેલ ચાર વિકલ્પો
ભોગ-દમન-ભક્તિ અને જ્ઞાન -
પરની ચર્ચા પણ મેં ખૂબ શાંતિથી વાંચી છે.
જય પરના આ પત્રવ્યવહારે
જયના જીવનમાં કેવું ગજબનાક પરિવર્તન લાવી દીધું છે
એ હું નજરોનજર નિહાળી રહી છું.
મહત્ત્વની વાત તો એ છે કે અવારનવાર નવરાશની પળોમાં
મેં અને જયે,
આપના પત્રોમાં મળેલ માર્ગદર્શન પર મુક્ત મને ચર્ચાઓ પણ કરી છે. અને
સાચું કહું તો આ માર્ગદર્શન માત્ર જય માટે જ મને
ઉપયોગી નથી લાગ્યું,
મારા માટે પણ એટલું જ ઉપયોગી હોવાનું મને લાગ્યું છે
અને એમાં ય આપના છેલ્લા બે પત્રોએ તો મને
રીતસરની હચમચાવી નાખી છે.
આપ નહીં માનો પણ
છેલ્લા બે દિવસથી હું સૂતી પણ નથી અને
‘જૉબ’ માટે કંપનીમાં ગઈ નથી.
દિવસ અને રાત મનમાં, પત્રમાં આપે લખેલ વાતો જ ઘૂમરાઈ રહી છે.
૯૧
૪૬
મનમાં એક પ્રશ્ન હથોડાની જેમ ઠોકાઈ રહ્યો છે. ‘મારે સફળ સ્ત્રી બનવું છે કે સુશીલ પત્ની અને વાત્સલ્યમયી માતા બનવું છે ?
પાંચ આંકડાની રકમનો પગાર લાવતા રહીને પતિની સામે ‘હું મારા પગ પર ઊભી રહી શકું છું’ એવો
દાવો કરતા રહીને મારે અહં પુષ્ટ કરતા રહેવું છે કે સુશીલ પત્ની અને વાત્સલ્યમયી માતા બન્યા રહીને પતિના અને પુત્રોના હૃદયમાં મારે સ્થાન જમાવી દેવું છે ?
આ વયમાં જૉબ માટે કંપનીમાં કલાકો સુધી
કામ કરતા રહીને હવસખોર યુવકોની વિકારી નજરના મારે સતત શિકાર બનતા રહેવું છે કે
ઘરમાં રહીને મમ્મીને ગૃહકામમાં મદદ કરતા રહીને,
મમ્મી પાસેથી એમના જીવનના અનુભવો સાંભળતા રહીને,
મારે આદર્શ ગૃહિણી બનવા જાતને તૈયાર કરતા રહેવું છે ? મહારાજ સાહેબ,
અત્યારે આ પત્ર આપને લખી રહી છું ત્યારેય આંખમાંથી આંસુઓ વહી રહ્યા છે.
જો આપનો આ પત્રવ્યવહાર મારા વાંચવામાં આવ્યો જ ન હોત,
વિષયવાસના અને અર્થલાલસા વચ્ચેની ભયંકરતા સમજવાની જયની જિજ્ઞાસા સંતોષવાની આપે જો ઉદારતા ન કરી હોત
તો જીવન પરિવર્તનના જે તબક્કે આજે જય આવીને ઊભો છે અને ‘જૉબ’ છોડી દેવાની જે મંગલ વિચારણાથી મારું મન
અત્યારે વ્યાપ્ત બની ગયું છે એમાંનું કશું જ શક્ય બન્યું જ
ક્યાં હોત ? મહારાજ સાહેબ ! આપની પુત્રી તુલ્ય આ આંગીને આપે સાચે જ ઉગારી લીધી છે !
૯૨