________________
જય, પૃથ્વી પાસે પર્વતનું કામ જો ન જ કરાવાય, પાણી પાસે બરફનું કામ જો ન જ કરાવાય, દૂધ પાસે દહીંનું કામ જો ન જ કરાવાય તો
સ્ત્રી પાસે પુરુષનું કામ શું કરાવાય? અલબત્ત, મને બરાબર ખ્યાલ છે કે આજના “સ્ત્રી-સ્વાતંત્ર્ય'ના અને સ્ત્રી-સમાનતા'ના નારાવાળા આ યુગમાં મારી આ વિચારસરણીને સુધારકો કદાચ ચોપડી ચોપડીને ગાળો દેશે. ‘આ બાવાઓ કોણ જાણે કઈ સદીમાં જીવી રહ્યા છે !' ની વાતો કરતા રહીને મારી મશ્કરી પણ કરતા રહેશે પણ તો ય એ સહુ પ્રત્યેના હૃદયના સદ્ભાવને અકબંધ રાખીને હું તને કહું છું કે જોંબ'માં પાંચ-પાંચ આંકડાનો પગાર લાવતી યુવતી સફળ સ્ત્રી બની શકશે, ચાલાક અને હોશિયાર સ્ત્રી બની શકશે, પોતાના પગ પર ઊભી રહી જતી સ્વતંત્ર સ્ત્રી બની શકશે
શું કહું તને? ‘અમે બે-અમારા બે’ આ સૂત્ર ઘરમાંથી મા-બાપને દૂર કરી દીધા છે તો ‘સ્ત્રી-સ્વાતંત્ર્ય' અને ‘સ્ત્રી-સમાનતા” ના આ સદીમાં શરૂ થયેલ નારાએ સ્ત્રીમાં રહેલા “માતૃત્વ'ને, સ્ત્રીમાં રહેલા “કોમળપણાં'ને, સ્ત્રીમાં રહેલ ‘હૃદય’ને દૂર કરી દેવાનું ગોઝારું કામ ચાલુ કરી જ દીધું છે. એક સમય હતો કે જ્યારે એમ કહેવાતું હતું કે ‘તમારા પુત્ર માટે પત્ની પસંદ કરવી હોય તો સારી યુવતી પસંદ ન કરશો, સારી માતાની પુત્રી પસંદ કરજો’ ખેદ સાથે કહેવું પડે છે કે આજે બજારમાં સારી યુવતીઓ થોકબંધ મળે છે, ઘરોમાં સારી માતાઓ મળવાનું મુશ્કેલ બની રહ્યું છે. બુદ્ધિશાળી યુવતીઓનો કદાચ આટલાં વરસોમાં જોવા ન મળ્યો હોય એવો સુકાળ પ્રવર્તી રહ્યો છે, લાગણીશીલ માતાઓનો આટલાં વરસોમાં જોવા ન મળ્યો હોય એવો દુષ્કાળ પ્રવર્તી રહ્યો છે.
સ્વતંત્રતા'ના નામે ‘સ્વચ્છંદતાને પોષી રહેલ યુવતીઓથી આખું બજાર ઊભરાઈ રહ્યું છે ‘સમર્પણ'ના માધ્યમે સમસ્ત પરિવારને પોતાનો’ બનાવી દેતી માતાઓની સંખ્યામાં રોજેરોજ કડાકો બોલાતો જાય છે. વૃક્ષ વિનાના જગતની તું કલ્પના કરી જોજે. આજે જગત જનની વિનાનું બની જવાના માર્ગ પર ધસી રહ્યું છે ! રે કરુણતા !
પણ
પ્રેમાળ પત્ની બની શકશે કે કેમ એમાં શંકા છે. વાત્સલ્યમયી માતા બની શકશે કે કેમ એમાં શંકા છે. પરિવારના સહુ સભ્યો માટે ઘેઘૂર વડલા જેવી બની શકશે કે કેમ એમાં શંકા છે. પરિવારમાં બુદ્ધિથી ઊભા થતા પ્રશ્નોને હૃદયની સૂઝ-બૂઝથી ઊકેલી નાખતી જાજરમાન દાદી બની શકશે કે કેમ એમાં શંકા છે.